રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 17 જૂન 2021 (16:47 IST)

અયોધ્યા - જમીન વિવાદમા નવો ખુલાસો. ટ્રસ્ટે એ જ દિવસે 8 કરોડમાં કરી હતી એક ડીલ

અયોધ્યામાં શ્રી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ખરીદાયેલી જમીનને લઈને એક વધુ નવો ખુલાસો સામે આવ્યો છે. જે દિવસે મંદિર ટ્ર્સ્ટના દ્વારા સુલ્તાન અંસારી અને રવિ મોહન તિવારી બે કરોડની જમીન 18.5 કરોડમાં ખરીદવામાં આવી, એ જ દિવસે જમીનનો બીજો ટુકડો ટ્રસ્ટ દ્વારા 8 કરોડમાં ખરીદવામાં આવ્યો. બીજી જમીન હરીશ પાઠક અને કુસુમ પાઠક  પાસેથી સીધી ખરીદવામાં આવી હતી. 
 
રામ મંદિર ટ્રસ્ટ દ્વારા 18 માર્ચના રોજ ગાટા સંખ્યા 242, 243, 244 અને 246 ખરીદવામાં અઅવી. 1208 હેક્ટેયર જમીન પહેલા હરીશ પાઠક અને કુસુમ પાઠક દ્વારા સુલ્તાન અંસારી અને રવિ મોહન તિવારીને બે કરોડમાં વેચવામાં આવી અને પછી આ જમીન થોડીક જ મિનિટમાં 18.5 કરોડમાં રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ખરીદી લેવામાં આવી. 
 
18 માર્ચના રોજ જ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા એક વધુ જમીન ખરીદવામાં આવી,પણ આ જમીન સીધી કુસુમ પાઠક અને હરીશ પાઠક પાસેથી ટ્રસ્ટે ક હરીદી. 1037 હેક્ટેયરની આ જમીનની ગાટા સંખ્યા 242 હતી. તેને હરીશ પાઠક અને કુસુમ પાઠક પાસેથી સીધી 8 કરોડમાં ખરીદવામાં અઅવી. આટલુ જ નહી 11 મે ના રોજ આ ટુકડા દ્વારા 695.678  સ્કાવ્યર મીટર જમીન કૌશલ્યા ભવનના યશોદા નંદન ત્રિપાઠી અને કૌશલ કિશોર ત્રિપાઠીએ રામ મંદિર ટ્રસ્ટને મફત આપી દીધી હતી. 
 
સૌથી મહત્વની વાત એ હતીકે ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા અને અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય સાક્ષી હતા. ટ્રસ્ટ દ્વારા જે 2 કરોદની જમીન 18.5 કરોડમાં ખરીદવામાં આવી, તેનુ સર્કિલ રેટ 5 કરોડ 80 લાખ જ હતુ. જ્યારે કે ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ દલીલમાં કહેવામાં આવ્યુ કે જે જમીન 18.5 કરોડમાં ખરીદવામાં આવી તેનો માર્કેટ રેટ ખૂબ ઓછો છે. 
 
મોટે ભાગે જ્યારે કોઈ વ્યક્તિ, સંસ્થા કે ટ્રસ્ટ જમીન ખરીદે છે તો તે ઓછામાં ઓછી કિમંત આપવાની કોશિશ કરે છે, જેથી પૈસા બચાવી શકાય. પણ  1208 હેક્ટેયર જમીન ખરીદવાના મામલે રામ મંદિર ટ્રસ્ટ પર સર્કિલ રેટથી ત્રણ ગણા પૈસા આપવાનો આરોપ લાગી રહ્યો છે. 
મેડિકલના વિદ્યાર્થીઓએ વેક્સીન લીધી હોવાથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની સૂચના