શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 મે 2020 (10:59 IST)

ડૉમેસ્ટિક ફ્લાઇટ શરૂ, અમદાવાદ પહોંચ્યા મુસાફરો, અમદાવાદ ઍરપૉર્ટ પર દેશના વિવિધ ભાગોમાંથી લોકોનુ આગમન

કોરોના વાઇરસના ભય વચ્ચે દેશમાં આજથી ડૉમેસ્ટિક ફ્લાઇટ શરૂ થઈ ગઈ. જે અંતર્ગત અમદાવાદ ઍરપૉર્ટ પર આજે સવારે દેશના વિવિધ ભાગોમાંથી આવી પહોંચ્યા હતા. જેના ભાગરૂપે દિલ્હી ઍરપૉર્ટથી સવારે 4:45 વાગ્યે પ્રથમ ફ્લાઇટ રવાના થઈ. જ્યારે મુંબઈ ઍરપૉર્ટથી સવારે 6:45એ પ્રથમ ફ્લાઇટ પટણા માટે ઊડી.
 
આ પહેલાં ડૉમેસ્ટિક ફ્લાઇટની શરૂઆતને લઈને નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપસિંહ પૂરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું:
 
"દેશમાં નાગરિક ઉડ્ડયન કાર્યોની ભલામણ કરવા માટે વિવિધ રાજ્યો સાથે વાતચીતનો એક લાંબો દિવસ રહ્યો.""આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને બાકાત કરતા સોમવારે દેશમાં ડૉમેસ્ટિક ફ્લાઇટની શરૂઆત થશે."
 
જોકે, ફ્લાઇટથી આવતા મુસાફરો માટે ક્વોરૅન્ટીન અને સૅલ્ફ આઇસોલેશના નિયમો પાળવા ફરજિયાત છે, જેથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સંક્રમણને ફેલાતું અટકાવી શકાય.
 
ફ્લાઇટમાં ચઢતા અને ઊતરતા મુસાફરો માટે રાષ્ટ્રીય ગાઇડલાઇન હોવા છતાં કેટલાંક રાજ્યોએ પોતાના નિયમો બનાવ્યા છે.
 
જેમ કે કર્ણાટકે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી આવતા મુસાફરો માટે અનિવાર્ય રૂપે સાત દિવસ માટે સરકારી ક્વોરૅન્ટીન અને પછી હોમ ક્વોરૅન્ટીનનો નિયમ બનાવ્યો છે.
 
મેઘાલય અને પંજાબમાં બહારથી આવતા મુસાફરો માટે સ્વૅબ-ટેસ્ટ ફરજિયાત બનાવી છે.
 
કેટલાંક રાજ્યોએ રવિવારે જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય ગાઇડલાઇન મુજબ મુસાફરોને તાવ જેવાં લક્ષણ દેખાતાં જ તેમને ક્વોરૅન્ટીન સુવિધામાં લઈ જવામાં આવશે.