બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 30 જાન્યુઆરી 2022 (10:29 IST)

Dhandhuka Kishan Bharwad murder case- કિશન મર્ડર કેસમાં નવો ધડાકો: 6 જેટલા મૌલવીઓ પર આશંકા

ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધી આરોપી શબ્બીર, ઇમ્તિયાસ અને મૌલવી મોહમદ અયુબ જાવરવાલા એમ કુલ 3ની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકા ખાતે કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી.આ મામલે પોલીસે આરોપી શબ્બીર અને ઇમ્તિયાસની ધરપકડ કરી છે.જમાલપુરના મૌલવી મોહમદ અયુબ જાવરવાલાની પણ ધરપકડ કરવામાં આવી છે.ત્યારે શબ્બીર અને ઇમ્તિયાસની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.મૃતક કિશને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી.જો કે કિશનની વિવાદિત પોસ્ટને લઇને સમાધાન થયું છતાં આરોપીએ સમાધાનને માન્ય રાખ્યું ન હતું.
 
ધંધૂકામાં ધોળા દિવસે બાઈક પર આવેલ બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, જેને પગલે શહેરમાં અજંપાભરી સ્થિતિ સર્જાતાં જોતજોતાંમાં લોકોનાં ટોળેટોળાં ઊતરી પડ્યાં હતાં અને શહેર સંપૂર્ણપણે બંધ થઇ ગયું હતું. આ ઘટના પગલે શહેરના જિલ્લાની પોલીસનાં ધાડેધાડાં ઉતારી દેવામાં આવ્યાં હતાં. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. આ હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકાઓ પર ત્વરિત તપાસ હાથ ઘરીને અત્યાર સુધી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
 
પોલીસને આશંકા છે કે, આ હત્યા કેસમાં છ જેટલા મૌલવીઓની સંકળાયેલા હોવાની પૂરી શક્યતાં છે. તપાસ દરમિયાન પોલીસને એવી જાણકારી પણ મળી છે કે, જામનગરમાં પણ એક યુવકનું મર્ડર કરવાનો પ્લાન હતો. 
 
શું છે મામલો
ધંધૂકા શહેરના સુંદરકૂવા વિસ્તારમાં 25 જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા (ભરવાડ) પર બાઈક પર આવેલા બે શખસ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. આ ઈજાગ્રસ્ત કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવાતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ હત્યાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને શહેરની દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી. આ હત્યાને પગલે મૃતક યુવાનનાં પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની જાહેરાત કરતાં સંતો, મહંતોના કહેવાથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. જ્યારે આ મૃતક યુવકની સ્મશાનયાત્રામાં ઠેરઠેરથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને હત્યારાને તાત્કાલિક ઝડપી તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી.