બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (18:18 IST)

ગુજરાતી 'ભાઈ' અને 'બેન' માટે પાસપોર્ટ બનાવવામાં થઈ રહી છે મુશ્કેલી ! જાણો કેમ ?

Gujarat Passport Office: ભારતના જુદા જુદા રાજ્યોમાં લોકોના સંબોધન કરવાનુ પોતાનુ એક વિશેષ રીત હોય છે. જેવુ કે ગુજરાતમાં સમ્માન આપવા માટે દરેકના નામ આગળ ભાઈ કે બેન જોડવામાં આવે છે. પણ સમ્માન આપનારી આ રીત લોકો માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે.  જેને કારણે હજારો લોકો સરકારી ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે.  પાસપોર્ટ અને વીઝા મેળવવા માટે લોકો પોતાના નામ આગળથી ભાઈ અને બહેન હટાવવા માટે આમ તેમ જઈ રહ્યા છે. આવો જાણીએ આવુ કેમ થઈ રહ્યુ છે. 
 
 શુ છે મામલો ?
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ અમદાવાદમાં રહેતી દીપાબેન શાહને નામની એક મહિલાને પોતાને નામને કારણે વિદેશ યાત્રા માટે અરજી કરવામાં પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.  તે વ્યવસાયે હેલ્થ પ્રોફેશનલ છે. તેમણે જણાવ્યુ કે તેમના માતા-પિતાએ તેનના નામમાં બેન જોડ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પુરૂષોના નામ સાથે ભાઈ અને મહિલાઓના નામ સાથે બેન જોડવાની પ્રથા છે. પરેશાની એ થઈ કે દીપાબેનના કેટલાક દસ્તાવેજોમાં તેમનુ નામ દીપાબેન લખ્યુ છે જ્યારે કે અન્ય દસ્તાવેજો માં દીપા નામનો ઉલ્લેખ થયો છે. પાસપોર્ટ વીઝા માટે જરૂરી દસ્તાવેજોમાં નામની આ અસમાનતાને કારણે તેમને વિદેશ જવા માટે વીઝા મળ્યો નહી. 
 
ગુજરાતમાં ભાઈ અને બેનની પરંપરા 
ગુજરાતમાં નામની આગળ 'ભાઈ' અને 'બેન' શબ્દો ઉમેરવાની પ્રથા ઘણા સમયથી ચાલી આવે છે. ભારતના પ્રથમ ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલ, ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીથી લઈને ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ સુધી બધાના નામમાં 'ભાઈ' અને 'બેન' શબ્દ જોડાયેલ છે. તેનો ઉદ્દેશ્ય સામેની વ્યક્તિને સન્માન આપવાનો છે. ગુજરાતના પાસપોર્ટને મોટી સંખ્યામાં નામ સાથે સંબંધિત આ ફરિયાદ આપવામાં આવી છે.  પાસપોર્ટ અને વિઝા માટે જન્મ પ્રમાણપત્ર, શાળા પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોની જરૂર પડે છે.  આ દસ્તાવેજોમાં (જેમ કે નામ) લખેલી માહિતીમાં તફાવત હોવાને કારણે પ્રક્રિયા આગળ વધતી નથી.
 
ગુજરાતના પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીએ અહેવાલ આપ્યો કે તેમને દરરોજ લગભગ 4,000 અરજીઓ મળે છે, જેમાંથી લગભગ એક ચતુર્થાંશ એટલે કે 1,000 થી વધુ અરજીઓ નામમાં ફેરફાર, જન્મ સ્થળના ફેરફાર અથવા જન્મતારીખના ફેરફારને લગતી છે. જેમાંથી 800 જેટલી અરજીઓ ભાઈ, બેન અને કુમારને દૂર કરવામાં કે ઉમેરવાની હોય છે.