બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (14:52 IST)

તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે હજી જેલમાં જ રહેવું પડશે, તપાસ અધિકારી બંદોબસ્તમાં હોવાથી સુનાવણી ટળી

pragnesh patel chargesheet
હવે આ કેસની સુનાવણી આગામી 6 ઓગસ્ટના રોજ યોજાશે
 
અગાઉ ચાર્જશીટ ફાઈલ નહીં થતાં જામીન અરજી પર મુદ્દત પડી હતી
 
 શહેરના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા માટે ઉભા રહેલા લોકોમાંથી 9 વ્યક્તિઓને જેગુઆર કારથી કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલની ચાર્જશીટ ફાઈલ કરી દેવામાં આવી છે. તથ્યને કોર્ટે જેલ હવાલે કર્યો છે. હવે આ કેસ કોર્ટમાં ચાલશે. ત્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રજ્ઞેશ પટેલે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ મામલે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ નહીં થતાં મુદ્દત પડી હતી.આજે આ કેસમાં સુનાવણી થવાની હતી પરંતું તપાસ અધિકારી સરકારી બંદોબસ્તના કામમાં હોવાથી સુનાવણી ટળી ગઈ છે. હવે પ્રજ્ઞેશ પટેલે વધુ ત્રણ દિવસ જેલમાં જ રહેવું પડશે. હવે પછીની સુનાવણી 6 ઓગસ્ટે યોજાશે. 
 
વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા તજવીજ શરૂ
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની કથિત એક ઓડિયો ક્લિપ વહેતી થઇ હતી. જેમાં પ્રજ્ઞેશ પટેલ કોઈની સાથે વાત કરી રહ્યા છે. જો કે આ ઓડિયો ક્લિપ અકસ્માત પછી કયારની છે તે જાણી શકાયુ નથી. પરંતુ આ ઓડિયો ક્લિપમાં પ્રજ્ઞેશ તેના દીકરાની ભૂલ સ્વીકારવાના બદલે 19 - 20 વર્ષના છોકરાઓથી આવુ કોક વાર થઈ જાય, તેનું ટેન્શન નહીં લેવાનું, તેને આખી જિંદગી કઈ નહીં થાય, પણ એને માપમાં રાખવાના, એ મારી રીતે રાખી લઈશ. ટેન્શન ના કરીશ. તેવી વાત કરી રહ્યો છે. જો કે, સામે પ્રજ્ઞેશ સાથે કોણ વાત કરી રહ્યું છે તે જાણી શકાયું નથી. જો કે સોશિયલ મીડિયામાં વહેતી થયેલી આ ક્લિપ અમદાવાદ પોલીસ પાસે પણ પહોંચી છે. જેના આધારે પોલીસે તે ઓડિયો ક્લિપમાં જે અવાજ છે તે ખરેખર પ્રજ્ઞેશનો જ છે કે નહીં તેની ખરાઈ કરવા માટે તેનો વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા તજવીજ શરૂ કરી હતી.