1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (14:47 IST)

અમદાવાદની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધઃ DEOનો પરિપત્ર

mobile call
શિક્ષકો રિસેષ દરમિયાન તેમજ શૈક્ષણિક અને વહીવટી કામ માટે મોબાઈલ વાપરી શકશે
 

Ban on use of mobile phones in schools -  શહેરમાં શાળાઓમાં અભ્યાસ પ્રવૃત્તિ દરમિયાન શિક્ષકો બાળકોને ભણાવવાની જગ્યાએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાની શિક્ષણ અધિકારીને રજૂઆતો મળી હતી. જેને લઈને શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કરીને શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ હોય તે સમય દરમિયાન શિક્ષકોના મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સ્કૂલમાં શિક્ષકો શૈક્ષણિક અને વહિવટીકામ માટે મોબાઈલનો ઉપયોગ કરી શકશે.  
 
વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થાય છે
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, વાલીઓ અને સામાજિક આગેવાનોએ અમને ફરિયાદ કરી હતી કે, કેટલીક સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરે છે. જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થાય છે. હવે સૂચના આપવામાં આવી છે કે, સ્કૂલમાં શિક્ષણકાર્ય અને વહીવટ કાર્ય માટે જ મોબાઈલનો ઉપયોગ કરી શકાશે. 
 
મોબાઈલ ફોન આચાર્ય લોક એન્ડ કીમાં રાખી શકાશે
શિક્ષણ અધિકારીએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, શિક્ષકો શૈક્ષણિક કલાકો દરમિયાન મોબાઇલનો ઉપયોગ માત્ર શિક્ષણકાર્ય માટે જ કરી શકાશે. સ્કૂલના આચાર્ય દ્વારા આ અંગે તકેદારી રાખવાની રહેશે. મોબાઈલ ફોન આચાર્ય લોક એન્ડ કીમાં રાખી શકાશે. કોઈની સ્વતંત્રતા છિનવવાનો ઉદેશ નથી. રિસેષ દરમિયાન શિક્ષકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે. આ કરવાથી વિદ્યાર્થીનું શિક્ષણ સારું થશે. વહીવટી કાર્યમાં એકમ કસોટીના માર્ક વગેરે સહિતના કાર્ય કરવાના રહેશે.
Ban on use of mobile phones in schools