ગુરુવાર, 4 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑક્ટોબર 2019 (17:32 IST)

માત્ર 128 દિવસ મુખ્યપ્રધાન રહેલા ગુજરાતના આ મુખ્યપ્રધાનનું નિધન

Dilip parekh
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ગુજરાતના 13માં મુખ્યમંત્રી હતા અને 128 દિવસ માટે મુખ્યમંત્રી રહ્યાં હતા. 1990માં તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ હતા, એ જ સમયે તેઓ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં આવ્યા હતા. 1995માં વિધાનસભાની ચૂંટણી ભાજપ તરફથી લડ્યા હતા અને જીત્યા હતા.