1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 નવેમ્બર 2021 (09:48 IST)

દિવાળી ટાણે જ વાઈરલ ફીવર, શરદી,ખાંસી જેવા રોગોએ માથુ ઉંચક્યું, એક મહિનામાં ડેન્ગ્યુના 775 અને ચીકનગુનીયાના 399 કેસ નોંધાયા

રોગચાળો વકર્યો
દિવાળી ટાણે જ વાઈરલ ફીવર, શરદી,ખાંસી જેવા રોગોએ માથુ ઉંચક્યું, એક મહિનામાં ડેન્ગ્યુના 775 અને ચીકનગુનીયાના 399 કેસ નોંધાયા
 
AMCની ફોગીંગની કામગીરી કે વિવિધ સાઈટો ઉપર મચ્છર અને તેના બ્રિડીંગ શોધવા માટેની ઝુંબેશ નિષ્ફળ
ણીજન્ય રોગની સ્થિતિ પણ પાણીના પોલ્યુશનની વધતી ફરિયાદોના કારણે ગંભીર બની રહી છે
 
અમદાવાદમાં ધીમા પગલે ઠંડીના આગમન થવા ઉપરાંત બેવડી ઋતુના કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. એક મહિનામાં ડેન્ગ્યુના ૭૭૫ અને ચીકનગુનીયાના ૩૯૯ કેસ નોંધાવા પામ્યા છે.શરદી ઉપરાંત ખાંસી અને શ્વાસની બીમારીના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.દિવાળીના તહેવાર અગાઉ ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં ચાલતી ઓ.પી.ડી.સારવાર લેવા પહોંચતા દર્દીઓની સંખ્યા પણ વધવા પામી હોવાનું તબીબી સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
 
AMCની મચ્છરોના બ્રિડિંગ શોધવાની ઝૂંબેશ નિષ્ફળ
૩૦ ઓકટોબર સુધીમાં શહેરમાં મેલેરીયાના 95 કેસ, જયારે ઝેરી મેલેરીયાના 16 કેસ તેમજ ડેન્ગ્યુના 775 કેસ નોંધાવા પામ્યા હતા.આ પરિસ્થિતિ જ દર્શાવે છે કે,શહેરમાં મ્યુનિ.દ્વારા કરવામાં આવતી ફોગીંગની કામગીરી કે વિવિધ સાઈટો ઉપર મચ્છર અને તેના બ્રિડીંગ શોધવા માટેની ઝુંબેશ નિષ્ફળ રહેવા પામી છે.શહેરમાં એક મહિનામાં ચીકનગુનીયાના પણ 399 કેસ નોંધાયા છે.ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલોમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના દર્દીઓ ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઈ રહ્યા છે.આ કારણથી દવાખાના કે હોસ્પિટલમાં દિવાળી સમયે જ વિવિધ રોગના દર્દીઓની લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે.
 
પાણીના પોલ્યુશનને કારણે પાણીજન્ય રોગો વધ્યાં
મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગની સ્થિતિ પણ પાણીના પોલ્યુશનની વધતી ફરિયાદોના કારણે ગંભીર બનતી જઈ રહી છે. 30ઓકટોબર સુધીમાં ઝાડા ઉલ્ટીના 542 કેસ નોંધાવા પામ્યા છે.ટાઈફોઈડના 202 કેસ જયારે કમળાના 127 કેસ નોંધાવા પામ્યા છે.કોલેરાનો એક પણ કેસ છેલ્લા એક મહિનામાં નોંધાવા પામ્યો નથી.આ વર્ષે અત્યાર સુધીમાં રેસીડેન્શિયલ કલોરીન ટેસ્ટ માટે 75 હજાર 878 સેમ્પલ લેવાયા હતા જે પૈકી 202 સેમ્પલમાં કલોરીન રિપોર્ટ નીલ આવ્યો છે. બેકટોરીયોલોજીકલ ટેસ્ટ માટે 8293 સેમ્પલ લેવાયા હતા જે પૈકી 161 સેમ્પલ અનફીટ જાહેર થવા પામ્યા છે.
 
શહેરમાં બેવડી ઋતુનો અનુભવ
અમદાવાદમાં હાલમાં ધીમા પગલે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે.અમદાવાદ શહેરમાં માત્ર પાંચ દિવસમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 6.7 ડિગ્રી જેટલો ગગડયો છે.