ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 3 જાન્યુઆરી 2024 (11:47 IST)

મહેસાણાના નાગલપુર પાટિયા નજીક 4 વર્ષના બાળકને ટક્કર મારી ગાડી ચાલક ફરાર

mehsana accident
Highlights 

-  મહેસાણાના નાગલપુર પાટિયા પાસે હિટ એંડ રનની ઘટના 
- મહિલા બાળક સાથે સર્વિસ રોડની સાઈડમાં ઉભા રહી ભાડું આપતા હતા  4 વર્ષના બાળક ને ટકકર મારી ફરાર 
-  GJ02CA9345 ગાડીનો ચાલક  ટકકર મારી ફરાર 

mehsana accident
મહેસાણા શહેરમાં નાગલપુર પાટિયા પાસે રહેતી મહિલા પોતાના બાળકો સાથે પોતાના પિતાને મળી રિક્ષામાં બેસી ઘરે આવતી હતી એ દરમિયાન રિક્ષામાં ઉતર્યા બાદ સર્વિસ રોડની સાઈડમાં ઉભા રહી ભાડું આપતા હતા. એ સમયે બાજુ માંથી પસાર થતી એક ગાડીએ મહિલાના 4 વર્ષના બાળક ને ટકકર મારી ફરાર થઇ ગયો હતો.સમગ્ર ઘટનામાં બાળક ને શરીરે ઇજાઓ થવા પામતા તેની માતાએ ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

મહેસાણામા ખાડીયા વિસ્તારમાં સરણીયા વાસમાં રહેતી 22 વર્ષીય ભારતીબેન મેહુલ ભાઈ સરણીયા પોતાના 4 વર્ષના દીકરા રોહન અને દીકરી ભૂમિકા સાથે આર.ટી.ઓ પાછળ છાપરા માં રહેતા પિતાને મળવા ગઈ હતી.મળી ને રીક્ષા મારફતે બાળકો સાથે ઘરે આવી રહી હતી એ દરમિયાન નાયરા પેટ્રોલપંપ પાસે સર્વિસ રોડ પર ઉતરી રીક્ષા ચાલક ને ભાડું આપતી હતી એ દરમિયાન GJ02CA9345 ગાડીના ચાલકે પુરઝડપે ગાડી ચલાવી આવી મહિલાના 4 વર્ષના દીકરા ને ટકકર મારી ફરાર થઇ ગયો હતો.સમગ્ર મામલે પરિવારજનો દોડી આવતા ઇજાગ્રસ્ત બાળક ને રીક્ષા મારફતે મહેસાણા સિવિલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેણે માથાના ભાગે ફ્રેક્ચર અને કમર ના ભાગે કમર ના ભાગે ઇજા થઇ હતી.સમગ્ર કેસમાં બાળક ની માતા એ મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.