રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (12:17 IST)

વડોદરામાં તૈયાર થયેલી 108 ફૂટની અગરબત્તી અયોધ્યા મોકલવામાં આવી

108 feet long incense burner
108 feet long incense burner
અયોધ્યામાં નિર્માણ થયેલ ભગવાન શ્રીરામના મંદિર પરિસરમાં આગામી 22મી જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ત્યારે સમગ્ર મંદિર પરિસર સુગંધથી મહેકી ઉઠે તે માટે શહેરના રામભક્તે પંચદ્રવ્યનો ઉપયોગ કરી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી અગરબત્તી બનાવી છે. જેનું બે દિવસ પહેલાં વડોદરા ખાતે આવેલ પાંજરાપોળ ગ્રાઉન્ડથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ રંજન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ભરવાડ સમાજના આગેવાનો અને હજારો રામભક્તોની ઉપસ્થિતિમાં અયોધ્યા ખાતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
108 feet long incense burner
108 feet long incense burner

વડોદરાના ભરવાડ સમાજના આગેવાન અને રામભક્ત વિહાભાઈ ભરવાડે આ અગરબત્તી 6 મહિનાની અથાગ મહેનત બાદ તૈયાર કરી હતી. આ અગરબત્તી 45 દિવસ સુધી રામમંદિર અયોધ્યામાં સુગંધ ફેલાવશે. આ અગરબત્તીમાં ખુબજ મહેક ફેલાવે તેવા પંચદ્રવ્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અગરબત્તી આજે સવારે તેઓના નિવાસ સ્થાનેથી હજારો ભરવાડ સમાજના લોકો અને રામભક્તોની હાજરીમાં આજવા રોડ ખાતે આવેલ પાંજરાપોળ ખાતે લાવવામાં આવી હતી. બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી તેનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિહાભાઈ ભરવાડ અને તેઓના સમાજના અગ્રણી સાથે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ ભવ્ય 108 ફૂટ લાંબી અગરબત્તીનું સ્થાન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં પણ નોંધવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સાધુ, સંતો, મહંતો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત સાંસદ, ધારાસભ્યો, મેયર સહિત પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.અગરબત્તી તૈયાર કરનાર રામભક્ત શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા અને મૂળ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા વિહાભાઈ ભરવાડે આ અગરબત્તી 6 મહિનાની અથાગ મહેનત બાદ તૈયાર કરી છે. આ અગરબત્તીમાં ખૂબ જ મહેક ફેલાવે એવાં પંચદ્રવ્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એનું વજન અંદાજિત 3500 કિલો છે.