સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 જાન્યુઆરી 2020 (13:07 IST)

કચ્છ: સુરક્ષાબળોએ 175 કરોડનું ડ્રગ્સ ભરેલી બોટ ઝડપી, 5 પાકિસ્તાનીની ધરપકડ

ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે જોઇન્ટ ઓપરેશનમાં પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડક કરી છે. તેમની પાસેથી ડ્રગ્સની મોટી ખેપ મળી આવી છે. એટીએસના અનુસાર, કચ્છ પાસે સમુદ્રમાં એક બોટ ઝડપાઇ છે, જેમાં 35 પેકેટ ડ્રગ્સ સાથે પાકિસ્તાની સવાર હતા. હાલ ડ્રગ્નની માત્રા તપાસવામાં આવી રહી છે. 
 
ગત વર્ષે ઓક્ટોબરમાં સીમા સુરક્ષા બળ (બીએસએફ)એ એક મોટી કાર્યવાહી કરતાં કચ્છમાં જ સર્ચ ઓપરેશન દરમિયાન પાંચ બિનવારસી પાકિસ્તાની ફિશિંગ બોટ મળી હતી. બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન હરામીનાળા બોર્ડર પાસેથી આ બોટો મળી આવી હતી. પહેલાં પણ ઘણીવાર આવું થયું છે જ્યારે પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સ સપ્લાઇનો પ્રયત્ન કરતાં ડ્રગ્સ તસ્કરો પકડાયા છે. તસ્કરો કચ્છ ની ખાડીનો વધુ ઉપયોગ કરે છે કારણ કે તેમને બોટના સહારે ભારતમાં પ્રવેશ કરવો સરળ લાગે છે. 
 
જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 દૂર કર્યા બાદ કચ્છ વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓ ઘણીવાર ઇનપુટ આપી ચૂકી છે કે આ માર્ગે આતંકવાદી ભારતમાં પ્રવેશ કરી શકે છે. તેને જોતાં સીમા સુરક્ષા બળ અને તટરક્ષક બળ નજર રાખે છે.