ગુરુવાર, 4 જુલાઈ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 જૂન 2023 (07:41 IST)

આજે દ્વારકાનું પ્રસિદ્ધ મંદિર બંધ

Dwarkadhish Temple
Dwarka temple closed today- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ મંદિરને ગુરુવારે સંભવિત વાવાઝોડાના કારણે બંધ રાખવામાં આવશે. આ અંગે જિલ્લાના એસડીએમ પાર્થ તલસાણિયાએ માહિતી આપી હતી.
 
અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેની અસર દેવભમિ દ્વારકા જિલ્લામાં વધારે થઈ શકે છે.
 
દ્વારકામાં બુધવારથી જ ભારે પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે અને સાથે જ વરસાદ પડી રહ્યો છે. જેમાં દ્વારકા મંદિરની ધજાને પણ ક્ષતિ થઈ હતી. આ વચ્ચે ગુરુવારે મંદિરને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.