1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (14:28 IST)

ભાવનગર જિલ્લામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો, કેન્દ્રબિંદુ પાલીતાણાથી 30 કિમી દૂર નોંધાયુ

earthquake
ભાવનગર જિલ્લામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો, કેન્દ્રબિંદુ પાલીતાણાથી 30 કિમી દૂર નોંધાયુ
સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે, આજે વહેલી સાવરે ભાવનગર જિલ્લામાં હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે, સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભૂકંપનો આંચકો વહેલી સવારે અનુભવાયો છે, જો કે આ આંચકાથી કોઈ જાનહાનિના કે નુકસાનના સમાચાર નથી.સુત્રોમાંથી મળતા સમચાર મુજબ ભાવનગર સહિત ઘોઘા, તળાજા, પાલીતાણા તેમજ સિહોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી લગભગ 30 કિમી દૂર નોંધાયુ હતું. જો કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. આજે વહેલી સવારે ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠતા લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા.

આ અગાઉ પહેલી સપ્ટેમ્બરે કચ્છના દુધઈમાં મોડી સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5ની નોંધાઈ છે. જોકે, ભૂકંપના આંચકાથી કોઇ જાનહાની કે નુકસાન થવાના અહેવાલ મળી રહ્યા નથી. કચ્છમાં 24 કલાકમાં બીજી વાર ભૂકંપનો આંચકો આવ્યો છે. કચ્છના દુધઈમાં મોડી સાંજે અંદાજે 8:54 વાગ્યે 4.5 ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 15 કિલોમીટર દૂર નોંધાયું છે.