ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 નવેમ્બર 2020 (11:54 IST)

અમેરિકાના ચૂંટણીના પરિણામો ગુજરાતીઓ માટે કેમ છે મહત્વપૂર્ણ, જાણો શું થશે ફાયદો

આખી દુનિયાની નજર આજે અમેરિકા પર મંડાયેલી છે. થોડીવારમાં નક્કી થઇ જશે કે વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રના નવા રાષ્ટ્રપતિ કોણ હશે. જો બાઇડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભારત માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ છે. જાણો ભારત માટે ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી વધુ ફાયદાકારક છે કે અથવા પછી જો બાડેન નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય તો. 
 
અમેરિકાની ચૂંટણીના પરિણામ ભારતની આર્થિક અને કૂટનીતિક માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અમેરિકા અને ભારતના સંબંધો હંમેશા સારા રહ્યા છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરે છે એમાં પણ ગુજરાતીઓ મોટાપ્રમાણે છે. અમેરિકાની ચૂંટણીમાં કોણ રાષ્ટ્રપતિ બને છે તે અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓ માટે જ નહી પરંતુ અમેરિકા જવા માંગતા ગુજરાતીઓ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.  
 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મિત્રતા આખી દુનિયામાં જાણિતી છે. ટ્રમ્પ અને મોદીની જોડી ઘણીવાર વિભિન્ન મંચો પર એક્સાથે જોવા મળી ચૂકી છે. જ્યારે મોદીજીની જો બાઇડેન સાથે વર્ષ 2014માં મુલાકાત થઇ હતી. ત્યારે જાણીએ કોની જીતતી ગુજરાતીઓને શું ફરક પડી શકે છે...
 
જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતે છે અને રાષ્ટ્રપતિ બને છે તો તેઓ વિઝા અને ઇમિગ્રેશનના કાયદાને વધુ કડક બનાવશે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રેશન વિરોધી વલણ માટે જાણિતા છે. એટલું જ નહી એચવન-બી વિઝાના નિયમોને પણ વધુ કડક કર્યા તથા તેના માટેની ફીમાં તોતિંગ વધારો કર્યો હતો. બોર્ડર પેટ્રોલિંગ, સ્કીલ્ડ વર્કર્સના અમેરિકા પ્રવેશ, ભારતીય પરિવારોના માઇગ્રેશન અને નિષ્કાસનને લઈને ટ્રમ્પની નીતિ કડક રહી છે. ટ્રમ્પ‘બાય અમેરિકન અને હાયર અમેરિકન’ની હાકલ કરી ચૂક્યાં છે. 
 
ટ્રમ્પની વાપસીથી ચીનને વૈશ્વિક સ્તરે બેનકાબ કરવામાં સફળતા મળશે. આ વિષય પર બંને દેશોના જોઈન્ટ હિત છે. ભારત અને અમેરિકા હાલ આ દિશામાં વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે. આ સાથે જ ટ્રમ્પ પ્રશાસન દરમિયાન થયેલા રક્ષા અને ઉર્જાના ક્ષેત્રના કરારને બળ મળશે. સ્વાસ્થ્ય ક્ષેત્ર પણ સકારાત્મક પહેલની આશા છે. 
 
જ્યારે જો બાઇડેન ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ બનશે તો 5 લાખ ભારતીયો માટે સિટિઝનશીપનો માર્ગ મોકળો બનશે. જો બાઇડેન પહેલાં વચન આપી ચૂક્યા છે કે જો તે ચૂંટણી જીતશે તો વિઝા, ઇમિગ્રેશનને લઈને મોટા સુધારાઓને લાગુ કરશે. અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતી પરિવારોને માથે દેશમાંથી હાંકી કાઢવાનું સંકટ તોળાયેલું છે ત્યારે જો બાઇડેનએ કહ્યું છે કે પરિવારો અતૂટ રહે એનો પ્રયાસ કરશે. 
 
ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ સંધિ પાસ કરવા અને દ્વિપક્ષીય વેપારમાં 500 અબજ અમેરિકી ડોલરનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં બાઈડેને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ જ કારણે બાઈડેનના ભારતીય નેતૃત્વ સાથે મજબૂત સંબંધ છે. વિશેષજ્ઞોનું માનવું છે કે બાઈડેનની જીત ભારતના બજારો માટે સકારાત્મક રહેશે.