બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 નવેમ્બર 2020 (09:27 IST)

અમદાવાદમાં ફ્રાંસના રાષ્ટ્રપતિના ફોટા રસ્તા પર ચોંટાડવાના મુદ્દે પોલીસની મોટી કાર્યવાહી

ફ્રાંસના રાષ્ટ્રપતિના વિરોધમાં મંગળવારે શહેરના જુહાપુરા રોયલ અકબર ટાવર અને શાહપુર પ્રેય હાઇ સ્કૂલ પાસે જાહેર માર્ગ પર ફોટો સ્ટિકર લગાવવાના મુદ્દે વેજલપુર અને શાહપુર પોલીસે અરાજકતા ફેલાવવાના મામલે 8 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. સરખેજ જુહાપુરા રોડ પર રોયલ અકબર ટાવર સામે અને શાહપુરના પ્રેયસ હાઇ સ્કૂલની આસપાસ ફ્રાંસના રાષ્ટ્રપતિના ફોટો સ્ટીકર જાહેર માર્ગ પર લગાવ્યા હતા. 
વેજલપુર પોલીસે અરાજકતા ફેલાવવાના મુદ્દે આઠ આરોપીઓ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં મોહમંદ યૂનુસ હુસૈન કાદરી, નઝમા કુરેશી, મોહમંદ યૂનુસ નૂરમિયા શેખ, મસ્તકીમ અબ્દુલ કાદીર માસ્ટર, મિર્ઝા હાઝી અસરાર બેગ, મોહમંદ સલીમ હુસૈન શેખ, મોહમંદ સલીમ શેખ, મોહમંદ હનીફનું નામ સામેલ છે. 
 
તો બીજી તરફ આ મામલે શાહપુર પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. જેના અનુસાર આવા સ્ટિકર તૈયાર કરાવવા, છાપવા અને ચોંટાડનાર લોકોને દોષી ગણવવામાં આવ્યા છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુલ મૈક્રો વિરૂદ્ધ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ ઇકબાલ મેદાનમાં મુસ્લિમ સમુદાયના લોકો એક જગ્યા પર એકઠા થઇને જોરદાર પ્રદર્શન કરી રહ્યા હતા. કોંગ્રેસી ધારાસભ્ય આરિફ મસૂદના નેતૃત્વમાં મુસ્લિમ સમુદાયના લોકો ફ્રાંસના વિરૂદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 
 
ઇકબાલ મેદાનમાં થનાર વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસી ધારાસભ્ય આરિફ મસૂદે લોકોને સંબોધિત કરતાં કહ્યું કે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈંક્રોના નિવેદનાથી ભારતના મુસલમાનોને દુખ પહોંચ્યું છે. એટલા માટે અમારી માંગ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાંસથી થનાર આયાત નિર્યાતને બંધ કરવી જોઇએ.