મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 નવેમ્બર 2020 (17:52 IST)

અમદાવાદનું ગૌરવ વધાર્યું, 3 યુવાનો જી-20 યંગ આંત્રપ્રિન્યોર્સ એલાયન્સમાં થયા સામેલ

અમદાવાદ માટે એ ગૌરવની બાબત છે કે  યંગ ઈન્ડીયન(Yi) ના શહેરના 3 સભ્યો, તમામ  જી-20 દેશોના  પ્રતિષ્ઠિત યંગ આંત્રપ્રિન્યોર્સ એલાયન્સ (YEA) માં સામેલ થયા છે.  હેડવીગ ઈનોવેશન્સના સ્થાપક અને સીઈઓ રોહન શાહ, ડાયમન્ડ ટેક્ષ્ટાઈલ મિલ્સના મેનેજીંગ ડિરેકટર ધ્રુવ પટેલ અને નવકાર મેટલ્સ લિમિટેડના ડિરેકટર નયન જૈને બે દિવસના આ વર્ચ્યુઅલ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આ સમારંભમાં જી-20 દેશોના યુવા આંત્રપ્રિન્યોર્સ  ચર્ચા અને પરામર્શ તથા નવા વિચારો અને માર્ગો ફંફોસવા એક મંચ ઉપર આવ્યા હતા. 
 
ધ્રુવ પટેલ જણાવે છે કે “અમને આ સમારંભમાં વિચાર પ્રેરક ભાથુ પ્રાપ્ત થયુ હતું કે કોવિડ-19 મહામારીને કારણે  બિઝનેસ કરવાની  પ્રક્રિયામાં પરિવર્તન આવ્યુ છે અને આગામી દિવસોમાં કયાં ક્ષેત્રો  ખૂબ જ મહત્વનાં બની રહેશે.”
 
જી-20 યંગ આંત્રપ્રિન્યોર્સ એલાયન્સ (YEA) 2020માં  પ્રસિધ્ધ વૈશ્વિક વક્તાઓની સંખ્યાબંધ પેનલ ચર્ચાઓ યોજાઈ હતી અને પ્રેઝન્ટેશન્સ પણ  રજૂ થયાં હતા.  વકતાઓએ તેમની નિપુણતાનો લાભ આપીને ત્રણ મુખ્ય વિષયો ઉપર શિખ આપી હતી જેમાં  આંત્રપ્રિન્યોરલ અવરોધો, સામાજીક અને પર્યાવરણલક્ષી પાસાં અને કોવિડ-19 દરમ્યાન અને એ પછી ઉદ્યોગસાહસિકતા અને અર્થતંત્રનો સમાવેશ થતો હતો.  સમારંભમાં સામેલ થયેલા ઉદ્યોગસાહસિકોએ   સમીટની સાથે સાથે યોજાયેલી જી-20 દેશોના  ડેલીગેશન સાથેની  બેઠકમાં તેમના વિવિધ  બિઝનેસ અને તકો અંગે વાત કરી હતી.  
 
જીઈએ સમારંભના અંતે જી-20 આગેવાનો અને  જી-20 સમીટ માટે તા. 21 અને 22 નવેમ્બરના રોજ મળનારી સમીટ અંગે  તેમની સરકારો તરફથી એક સંદેશો બહાર પાડવામાં આવ્યો હતો. એમાં જે ભલામણો કરવામાં આવી હતી તેમાં વેપારના અવરોધો અર્થપૂર્ણ રીતે હલ કરવા,  કૌશલ્યની તાલિમ અને આત્રપ્રિન્યોરના શિક્ષણમાં સહયોગ આપવા અંગે તથા ડીજીટાઈઝેશન મારફતે  સામાજીક અને આર્થિક સ્થિતિ સ્થાપકતાને પ્રોત્સાહિત કરવી તેમજ આવતીકાલના પર્યાવરણ લક્ષી અર્થતંત્ર માટે કામ કરવાનો સમાવેશ થતો હતો.