સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 નવેમ્બર 2020 (08:52 IST)

સ્ટાર્ટઅપ: અમદાવાદના યુવકોએ કોરોના સામે લડવા શોધી ટેક્નોલોજી, 99.9% કીટાણું કરશે નાશ

કોરોના મહામારી વચ્ચે અમદાવાદના યુવાન ઇનોવેટર્સે કોવિડ-19 વાઇરસ અને કીટાણુઓની સામે લડવા માટે એક વિશિષ્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન વિકસાવ્યું છે. પ્રતિભાશાળી યુવાનોના વિશાળ સમૂહ સાથે સમગ્ર ભારતમાં અમદાવાદ સ્ટાર્ટઅપ હબ તરીકે પોતાની સ્થિતિને વધુ મજબૂત કરી રહ્યું છે ત્યારે શહેરના બે યુવાન ઇનોવેટર્સ પરમ ગુટકા અને યશ શાહ દ્વારા રજૂ કરાયેલું નવીન અને ટેક્નોલોજીકલ સોલ્યુશન કોવિડ-19 સામેની લડાઇને વધુ મજબૂત કરશે.
to fight corona
બંન્ને ઉદ્યોગ સાહસિકોએ ભેગા મળીને  લીન સ્ટાર્ટઅપનો પ્રારંભ કર્યો છે, જે અંતર્ગત વિકસાવાયેલી ટેક્નોલોજીથી કોઇપણ સપાટી ઉપર 99.9 ટકા કીટાણુઓનો નાશ કરી શકાય છે. તેના ઉપયોગથી ઘર, હોસ્પિટલ, ઓફિસ, કાર, બેન્ક, થિયેટર્સ, જાહેર પરિવહન, એલિવેટર્સ, દુકાનો, હેવી ટ્રાન્સપોર્ટ વગેરે જગ્યાએ વાઇરસના પુનઃફેલાવાને અટકાવવામાં મદદ મળી રહે છે.
 
હાલમાં ગુજરાતમાં દૈનિક કોવિડ-19 કેસોમાં વધઘટ જોવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં આપણે 1,70,000 કોવિડ-19 કેસોની સંખ્યાને પાર કરી છે અને રાજ્યમાં 3,700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. રાજ્યમાં કોવિડ-19 હોટસ્પોટ્સમાં પણ વધારો થયો છે, જેનું મુખ્ય કારણ નાગરિકો દ્વારા સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું સખ્તાઇથી પાલન ન કરવું અને મોઢાની જગ્યાએ ગળા ઉપર માસ્ક રાખવું છે. આ સ્થિતિમાં કામચલાઉ ધોરણે વાઇરસની સામે લડવા માટે દેશને એક અસરકારક સોલ્યુશનની આવશ્યકતા છે.
 
ઉલ્લેખનીય છે કે પરમ ગુટકા અને યશ શાહના સ્ટાર્ટઅપની મદદથી કોરોના વાઇરસ સામેની લડાઇ વધુ મજબૂત બનશે. લોકડાઉનમાં જ્યારે મોટી સંખ્યામાં ભારતીયો ડાલગોના કોફી બનાવવામાં વ્યસ્ત હતાં ત્યારે આ બે યુવાનો વાઇરસની સામે અસરકારક સોલ્યુશન વિકસાવવા માટે સંશોધન કરી રહ્યાં હતાં કે જેનાથી થોડા સમય સુધી કામચલાઉ ધોરણો કોરોના સામે લડી શકાય. 
 
આરએન્ડડી કવા દરમિયાન તેમને આ પ્રકારની સમાન ટેક્નોલોજી જર્મ શિલ્ડ અંગે જાણકારી મળી, જે ત્રણ મહિના સુધી વાઇરસને ટકવા દેતું નથી અને તેનો તુરંત ખાત્મો બોલાવે છે. યશ અને પરમ બંન્ને કોઇપણ પ્રકારનું ટેક્નિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા નથી અને તેમણે સ્ટાર્ટ અપ માટે માર્કેટ રિસર્ચ અને બિઝનેસ એનાલિટિક્સની પણ મદદ લીધી છે.
 
આ અંગે પરમે જણાવ્યું હતું કે, અમારું સ્ટાર્ટઅપ ત્રણ મહિના સુધી વાઇરસ ટકે નહીં તેની ખાતરી સાથે એન્ટી-માઇક્રોબાયલ ટ્રીટમેન્ટ પ્રદાન કરે છે તેમજ વાઇરસને પુનઃઅસ્તિત્વમાં આવતા રોકે છે. તેનાથી વિવિધ જાહેર સ્થળો અને ઘરની અંદર સુરક્ષિત અને સલામત માહોલનું નિર્માણ કરી શકાય છે.
 
સેનિટાઇઝેશનની અસરકારકતા તપાસવા માટે તેઓ એટીપી સ્વેબ ટેસ્ટ પ્રદાન કરે છે, જે એન્ડેનસાઇન ટ્રાઇફોસ્ફેટની હાજરીની તપાસ કરીને રિલેટિવ લાઇટ યુનિટ – આરએલયુમાં સંક્રમણની તપાસ કરવાનું વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. આ સોલ્યુશન ત્રણ મહિના સુધી સપાટી ઉપર અસરકારક કામગીરી નિભાવે છે.
 
આ સોલ્યુશન અંગે યશ શાહે જણાવ્યું હતું કે, અમે બંન્નેએ આ વર્ષે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને અમે અમારો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કરતાં હતાં, જે મહામારીના સમયમાં લોકો માટે લાભદાયી નિવડે. અમે ડિસઇન્ફેક્શન માટે ગેરંટી સેફ્ટી સોલ્યુશન ઓફર કરીએ છીએ તેમજ સર્વિસ પૂર્ણ કર્યાં બાદ તુરંત રિપોર્ટ્સ આપે છે. આ સોલ્યુશન દેશભરમાં ટૂંક સમયમાં ઉપલબ્ધ બનશે.