મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 ઑગસ્ટ 2020 (18:47 IST)

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની 28 અને 29 જુલાઈના રોજ ઓનલાઇન પ્રિ- ટ્રાયલ ટેસ્ટ યોજાઈ હતી. જેમા અજાણી વ્યક્તિએ ઓનલાઇન વિદ્યાર્થીઓનો ડેટા ચોરી કરી વેબસાઈટ પર અપલોડ કરી દીધો હતો. જીટીયુના રજિસ્ટ્રારે આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. કોરોના મહામારી વચ્ચે જીટીયુ સંલગ્ન તમામ કોલેજોમાં છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઓનલાઇન, ઓફલાઈન અને પરિસ્થિતિ સામાન્ય બાદ પરીક્ષા એમ ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા.

ઓનલાઇન પરીક્ષા માટે ખાનગી એજન્સીને નિમવામાં આવી હતી. આ માટે જીટીયુની વેબસાઈટ પરથી ઓનલાઇન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને લેપટોપ અને ડેસ્કટોપ માટે જરૂરી exe.file અને મોબાઈલ માટે apk.file ડાઉનલોડ કરવા કહ્યું હતું. ઓનલાઇન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે 28 અને 29 જુલાઈના રોજ પ્રિ-ટ્રાયલ ટેસ્ટ જેમાં 1275 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 30 જુલાઈના રોજ ઓનલાઈન વિદ્યાર્થીઓનો ફોટો અને આઈડી કાર્ડનો ફોટો લીક થયેલો જોવા મળ્યો હતો. ઓનલાઇન પરીક્ષા લેનાર એજન્સીને તપાસ કરવાનું કહેતા 29 જુલાઈએ પરીક્ષા લેવાઈ હતી તેમાંથી આ ડેટા લીક કરી અપલોડ કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.