મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 1 ઑગસ્ટ 2020 (10:39 IST)

આજે બપોરથી 12 થી 6 વાગ્યા ખુલશે હીરા બજાર, એક ઘંટ પર બેસી શકશે 2 લોકો

હીરા બજાર શનિવારથી ખુલી જશે. રોજગારને ગતિ આપવા માટે સુરત મહાનગર પાલિકાએ ડાયમંડ બજાર ખુલવાનો સમય બે કલાક વધારી દીધો છે. હવે બપોરે 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખોલી શકાશે. પહેલાં બજાર ખોલવાનો સમય બપોરે 2 વાગ્યા સુધી 6 વાગ્યા સુધી હતો. મેયર જગદીશ પટેલ અને મનપા કમિશ્નર બંધાનિધિએ સમય વધારવાનો નિર્ણય લીધો છે. મનપાએ પહેલાં હીરા યૂનિટમાં 1 ઘંટી પર એક જ રત્ન કલાકારને બેસવાની મંજૂરી આપી હતી. 
 
હવે તેમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. એક કલાક પર બે રત્ન કલાક બેસી શકે ચે, પરંતુ તેના માટે શરત મુકી છે. શરત અનુસાર મુજબ રત્ન કલાકાર કોરોના વાયરસથી સંક્રમિત થયા અને સાજા થઇ ગયા અને પછી યૂનિટે પોતાના ખર્ચે તેમનું એંટીજન ટેસ્ટ કરાવ્યો અને ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો અને તેમાં કોરોનાના લક્ષણ ન હોય તો તેમને ઘંટી પર બીજા વ્યક્તિ સાથે બેસાડી શકાશે. 1 ઘંટી પર બે રત્ન કલાકાર બેસી શકશે. બંનેમાંથી કોઇપણ કોરોના વાયરસનો સંક્રમિત ન હોવો જોઇએ. 
 
કાપડ માર્કેટમાં ઓડ-ઇવન ખતમ
1 ઓગસ્ટની અનલોક 3 શરૂ થઇ રહ્યું છે. તેમાં રાત્રિ કરર્ફ્યૂં ખતમ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ મનપાએ કાપડ માર્કેટના કેટલાક નિયમોમાં છૂટ આપી છે. હવે કાપડ માર્કેટથી ઓડ-ઇવન નિયમ હટાવી લેવામાં આવ્યો છે, સાથે જ દુકાનો ખોલવાનો સમય પણ એક કલાક વધારી દેવામાં આવ્યો છે. હવે સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દુકાનો ખુલી શકે છે. જોકે કાપડના વેપારી, દુકાનોના કર્મચારી, સ્ટાફ અને શ્રમિકોને રેપિડ કોરોના ટેસ્ટ કરાવવો અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. ફોસ્ટાએ જણાવ્યું કે શુક્રવારે મનપા કમિશ્નર બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે 1 ઓગસ્ટથી ઓડ-ઇવનનો નિયમ ખતમ કરી દેવામાં આવશે.