ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 9 એપ્રિલ 2022 (12:12 IST)

ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ XEની એન્ટ્રી

delta variant
ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ XEની એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક પુરૂષ દર્દીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના આરોગ્ય તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ઘરવામાં આવી છે. તે ઉપરાંત દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.મુંબઈથી આવેલા યુવકમાં કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યા હતાં. તે મુંબઈથી આવ્યા બાદ હોટેલમાં રોકાયો હતો. તેણે તાવના લક્ષણો જોવા મળતાં ખાનગી લેબમાં રિપોર્ટ કરાવ્યો હતો. આ ઘટના 4 માર્ચની છે. યુવકનો રીપોર્ટ XE પોઝિટિવ આવ્યો છે જ્યારે તેની પત્નીનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ બંને ક્યાં છે તેનાથી તંત્ર અજાણ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આરોગ્ય વિભાગમાં દર્દીને શોધવા દોડધામ થઈ રહી છે.
 
મુંબઈમાં કોરોનાનું નવું વર્ઝન મળવાને લઈને અલગ અલગ દાવા કરાઈ રહ્યા છે. રાજ્ય સરકાર કહે છે કે નવું વર્ઝન મળ્યું છે જે પહેલાંની તુલનાએ 10 ગણું વધુ ચેપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કહે છે કે હાલ નવા વર્ઝનના મુંબઈમાં મળવાની પુષ્ટી થઇ નથી. આ દાવાઓ વચ્ચે લોકોના મનમાં ફરી નવી ચિંતા ઘર કરી રહી છે. 
 
કોરોનાનું નવું વર્ઝન “XE’ શું છે?
આ ઓમિક્રોનનું જ સ્વરૂપ છે, જે ઓમિક્રોન બીએ.1 અને બીએ.2નું મિશ્રણ છે. ખરેખર વાઈરલ સતત મ્યૂટેટ થતો રહે છે.
 
આ કેટલો ઘાતક છે?
બે વર્ષના કોરોનાકાળમાં ડેવલપ થયેલી વૈજ્ઞાનિક સમજ જણાવે છે કે આ નવા સબ વેરિયન્ટથી ભારતમાં ખતરો લગભગ શૂન્ય છે.
 
કોરોનાનું નવું વર્ઝન “XE’ શું છે?
આ ઓમિક્રોનનું જ સ્વરૂપ છે, જે ઓમિક્રોન બીએ.1 અને બીએ.2નું મિશ્રણ છે. ખરેખર વાઈરલ સતત મ્યૂટેટ થતો રહે છે.