શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 મે 2021 (11:43 IST)

માર્કશીટ વિના સ્કૂલોએ શરૂ કરી દીધી એડમિશનની પ્રક્રિયા, આપ્યા તપાસના આદેશ

દેશભર સહિત રાજ્યમાં કોરોનાના કહેરના લીધે સરકારે ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ ધોરણ 11માં કેવી રીતે એડમિશન આપવું તે અંગે કોઇ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી નથી. ત્યારે અમદાવાદની 235 સ્કૂલોએ એડમિશનની પ્રક્રિયા શરૂ કરી દેતાં તપાસના આદેશ આપ્યા છે.  
 
ઈન્ચાર્જ શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરવા માટે એક્સપર્ટની ટીમ બનાવવામાં આવી છે. ત્યારબાદ એડમિશન અંગે ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે. પરંતુ આ પહેલાં જ અમુક સ્કૂલોએ એડમિશન આપવાનું શરૂ કરી દીધું છે અને વાલીઓ પાસે ફીની માંગણી કરી હોવાની ફરિયાદ શિક્ષણ બોર્ડને મળી છે. જેથી જે સ્કૂલોએ વિદ્યાર્થીઓની માર્કશીટ વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા છે તેમની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે એક એજ્યુકેશન ઇન્સપેક્ટરોની ટીમ બનાવવામાં આવી છે જે શહેરની તમામ સ્કૂલોની તપાસ કરશે. જે સ્કૂલ પકડાશે તેમની સામે નોટીસ ઇશ્યૂ કરવામાં આવશે અને જો જરૂર જણાશે તો દંડ પણ વસૂલવામાં આવશે. 
 
આ માટે એજયુકેશન ઈન્સ્પેકટરોની ટીમ બનાવી છે જે શહેરની તમામ 800 સ્કૂલોમાં તપાસ કરશે. સ્કૂલ પકડાશે તો તેમની સામે નોટિસ આપવાથી માંડી દંડ વસુલવા સુધીની કાર્યવાહી કરાશે. કોરોનાના કહેરમાં શિક્ષણ બોર્ડે ધો.10માં માસ પ્રમોશન આપ્યા બાદ ધો.12ની પરીક્ષા ઓફલાઇન લેવાનો નિર્ણય કર્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાય નહી તે માટે ડીઇઓએ શહેરમાં ધો. 12ની મુખ્ય જાહેર પરીક્ષાના 126 કેન્દ્રો વધારી દીધા છે.