શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , શુક્રવાર, 14 મે 2021 (15:49 IST)

અમદાવાદ: ધોરણ ૧૦ માં માસ પ્રમોશન અપાતા હવે ડીપ્લોમાં ડીગ્રીના કોર્સમાં એડમીશન માટેની પ્રક્રિયા બદલાશે.

રાજ્ય સરકાર દ્વારા ૮ શિક્ષણવિદોની કમિટી બનાવાશે..

કોરોનાને કારણે પ્રથમ વખત ધોરણ ૧૦ પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.અંદાજે ૯.૫૦ લાખ કરતા વધી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે એ કેત્લકા વિદ્યાર્થીઓ ૧૧માં ધોરણમાં   પ્રવેશ મેળવશે પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ ડીગ્રી ડીપ્લોમામાં પ્રવેશ મેળવવાનું પસંદ કરશે પરંતુ આ વર્ષે માસ  પ્રમોશન આપી દેવામાં આવ્યું હોવાને   કારણે પ્રવેશ પ્રક્રિયામાં પણ બદલાશે જે માટે રાજ્ય સરકાર દ્વારા કમિટી પણ બનાવવામાં આવશે..
 
ધોરણ ૧૦માં ભણતા ૯.૫૦ લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે જેને કારણે ધોરણ ૧૦ પછીના અભ્યાસ પર ભારણ વધશે.સ્કુલમાં ધોરણ ૧૧ માં ૬ લાખ વિદ્યાર્થીઓની જગ્યા છે જેથી સ્કુલોમાં આ વખતે  એડમીશન વધતા વધારાની વ્યવસ્થા કરાવી  પડશે ત્યારે ડીગ્રી ડીપ્લોમાંમાં પ્રવેશ  આપવા માટે પણ મુઝવણ   છે જે માટે રાજ્ય સરકાર દ્વારા કમિટી બનાવવામાં આવશે અને પ્રવેશ પ્રક્રિયા પણ નક્કી કરવામાં આવશે.
 
હાલની પરિસ્થિતિ જોતા નવી કમિટી બનશે તેમાં ૩ પ્રકારે પ્રવેશ પર્ક્રિયા નક્કી થઇ શકે છે.જે વિદ્યાર્થીઓ ડીપ્લોમાં ડીગ્રીમાં એડમીશન લેવા ઈચ્છતા હોય તેમની એન્ટ્રસ એક્ષામ લેવામાં આવી શકે છે, ૧૦માં ધોરણમાં ભણતા પ્રીલીમરી પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે પ્રવેશ આપી શકાશે અને ધોરણ ૯ તથા ૧૦ના પરિણામ પરથી પ્રવેશ આપવામાં આવી શકે છે.આ ત્રણ રીતે રાજ્ય સરકાર દ્વારા બનનાર ૮ શિક્ષણવિદોની કમિટીમાં નિર્ણય લેવાઈ શકે છે..