રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 મે 2021 (11:38 IST)

વીડિયો બનાવતાં 8મા ધોરણના ટેણિયાને મળ્યું મોત, પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો

હાલમાં કોરોનાની મહામારી લીધે હાલમાં સ્કૂલો બંધ છે. કોરોના કહેરના લીધે બાળકો ઘરમાં પૂરાય ગયા છે. ત્યારે ત્યારે બાળકો મોબાઇલ અને ટીવી તરફ વળ્યા છે. પરંતુ ટેક્નોલોજી આર્શિવાદની સાથે-સાથે ક્યારેક ઘાતક નિવળી શકે છે. અત્યારે મોટાભાગના લોકો બાળકોથી માંડીને મોટીવયના લોકોને ટીકટોક બનાવવા લાગ્યા છે.
લોકડાઉન દરમિયાન લોકોનું ટેલેન્ટ વધુ નિખર્યું હતું. પરંતુ વીડિયોમાં જીવલેણ સ્ટંટ ખાતક બની જાય છે અને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે તાજેતરમાં સુરતથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ધોરણ 8મા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સ્ટંટ કરવા જતાં જીવ ગુમાવ્યો હતો.
 
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના અશ્વિન વીરડિયા પોતાના પરિવાર  સાથે છેલ્લા કેટલાક સમયથી સુરતમાં રહે છે. તેમને એક દિકરી અને એક દિકરો છે. દિકરો ધોરણ 8મા અભ્યાસ કરતો હતો. તેને સ્ટંટ કરતા વીડિયો બનાવીને સોશિયલ મીડિયાનો ખૂબ શોખ હતો. જેથી તે પોતાના સ્ટંટ કરતા અને ડાન્સના વીડિયો બનાવીને અવાર નવાર શેર કરતો હતો.   
 
મીતના પિતાએ જણાવ્યું હતું કે તે છેલ્લા પાંચ વર્ષથી ઘરની બાલ્કની રમતો અને ત્યાં જ વીડિયો બનાવતો હતો. પરંતુ બુધવારે ઘરની બાલ્કનીમાંથી તેની લાશ મળી આવી હતી. તેણે ગળે ફાંસો કે પછી દુપટ્ટો ફસાઇ ગયો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળે ફાંસો ખાદ્યો હોવાનું સામે આવ્યું છે.