સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 ડિસેમ્બર 2021 (11:11 IST)

કોરોના મહામારી વચ્ચે પણ AMC દ્વારા ફલાવર શો ૨૦૨૨ નું આયોજન, ઓનલાઇન ટિકીટ વ્યવસ્થા

કોરોના મહામારી વચ્ચે પણ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ફલાવર શો ૨૦૨૨ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોરોના ગાઇડ લાઇન સાથે ફલાવર શો કરવાની એએમસીની તાડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.  વેકિસન થીમ પર ફ્લાવર શો નું આયોજન વેકિસન ફુલની પ્રતિકૃતિ ઉભી કરાશે. આ ઉપરાંત ઓલમ્પિક ગેમ્સમા ભારત મેળવેલ પદકોની રમતના સ્કલ્પચર પણ ઉભી કરી સન્માન અપાશે. ફલાવર શો મા ૬૫ મુખ્ય પ્રજાતિ અને ૭૫૦ પેટા પ્રજાતિ સાત લાખની વધુ ફુલ છોડ અને રોપા હશે અને ૧૦૦ થી વધુ મેડિસીલન ( આર્યુવેદિક ) રોપા પ્રદર્શિત કરાશે. શિયાળાની ઋતુના વધુ ફુલ આપતા પિડુનિયા , ડાયન્થસ , પેન્ઝી , સાંવલિયા સહિત અનેક પ્રકારના રંગ રંગી સિઝન ફુલ , જૂદા જૂદા થીમ બેઝ પ્રાણી સ્કલ્પચર , સેલ્ફ ઝોન ઉભા કરાશે .
 
દેશમાં ઓમિક્રોનના વેરિયન્ટના પ્રવેશ સાથે આરોગ્ય વિભાગ હરક્તમા આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર બેઠકનો ધમધમાટ કરી સતત અપડેટ લેવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફલાવર પાર્ક અને ફલાવર શો માટે ઓનલાઇન ટિકિટિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
 
એએસમી તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ યાદી પ્રમાણે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડએ ઇવેન્ટ સેન્ટર, વલ્લભ સદન પ્લોટ્‌સ, એમ્ફીથિયેટર અને ફિલ્મ શૂટિંગ માટે ઓનલાઈન બુકિંગ અને પેમેન્ટ પ્રક્રિયા શરૂ કરી હતી. ઓનલાઈન પ્રક્રિયા વધુ લોકો માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ છે અને આ પ્રક્રિયા ઘણી સરળ પુરવાર થઇ છે.
 
સાબરમતી રિવરફ્રન્ટ વેબસાઈટ દ્વારા ઓનલાઈન બુકિંગ સિસ્ટમ લોકોને પસંદગીનું સ્થળ અગાઉથી બુક કરવાની પરવાનગી આપે છે. બુકિંગ અને ચૂકવણી પ્રક્રિયાને સરળ બનાવે છે. આ ઓનલાઈન બુકિંગ સુવિધા પરિસરની મુલાકાત લીધા વિના જ વેબસાઈટ થકી જ સ્થળોના બુકિંગ સંબંધિત તમામ જરૂરી માહિતી પૂરી પાડે છે.
 
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ૨૫મી ડિસેમ્બર, ૨૦૨૧થી ફ્લાવર પાર્ક માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિસ્તારના તમામ ઉદ્યાનો અને બગીચાઓ માટે ક્લાઉડ આધારિત ટિકિટિંગ સોફ્ટવેર વિકસાવ્યું છે અને આ રીતે ઓનલાઈન બુકિંગ તબક્કાવાર રીતે તમામ ઉદ્યાનો અને બગીચાઓ માટે વિસ્તારવામાં આવશે.
 
આ ઓનલાઈન ટિકિટિંગ શરૂ કરવાનો હેતુ લોકોને સરળતા અને સુવિધા આપવાનો હતો. હવે તેઓએ ટિકિટ વિન્ડોઝ પર કતારમાં રાહ જાેવાની જરૂર નથી અને આ ઓનલાઇન ટિકિટિંગને લીધે પેપરનો ઉપયોગ પણ ઓછો થશે. લોકો વેબસાઇટ www.sabarmatiriverfront.com અથવા www.riverfrontparktickets.com પરમુલાકાત લઈને સીધા જ તેમની ટિકિટ બુક કરાવી શકે છે. અથવા પાર્કની બહાર પાર્કિંગની જગ્યા પર અથવા ગાર્ડન એન્ટ્રી પોઈન્ટ પર ઉપલબ્ધ ઊઇ કોડને સ્કેન કરી શકે છે.
 
ફ્લાવર શો દરમિયાન, ફ્લાવર પાર્ક ખાતેનું આ ઓનલાઈન ટિકિટિંગ મોડ્યુલ ભીડને અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ કરશે. ટિકિટ વિન્ડો પરના ધસારાને નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદ કરશે. જેથી લોકો પાર્કમાં સરળતાથી પ્રવેશ મેળવી શકાય. પ્રાયોગિક ધોરણે રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક ખાતે કે ૨૪ ડિસેમ્બર,૨૦૨૧ ના રોજ ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ઓનલાઈન બુકિંગ માટેનું પાયલટ પરીક્ષણ આજે સફળતાપૂર્વક થયું હતું. જેમાં લોકોએ સકારાત્મક પ્રતિસાદ પણ આપ્યો હતો. સંપૂર્ણ રીતે ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્રક્રિયા ૨૫મી ડિસેમ્બર ૨૦૨૧થી શરૂ થશે.