બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 ઑક્ટોબર 2019 (16:50 IST)

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુલતવી, ધોરણ 12 પાસ પણ 17મી નવેમ્બરે પરીક્ષા આપી શકશે

રાજ્ય સરકારે તેના તાજેતરમાં લીધેલા નિર્ણયને રદ્દ કર્યો છે. પરીક્ષા યોજાવાના 9 દિવસ પહેલા જ પરીક્ષાને રદ્દ કરીને ક્લાર્ક સહિતની ભરતી માટે ગ્રેજ્યુએશનને ફરજીયાત કર્યું હતું. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરીક્ષા રદ કરવાના નિર્ણયને મુલતવી રાખયો હોવાની જાહેરાત કરી હતી. ઉપરાંત જૂના નિર્ણયને પણ પરત ખેંચ્યો હતો અને પરીક્ષાની તારીખ જાહેર કરીને આગામી 17મી નવેમ્બરે પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. સરકારે તાજેતરમાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓની ભરતી માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ-12 પાસને બદલે ગ્રેજ્યુએશન કરી લીધી હતી. જેને પગલે 4.50 લાખ ઉમેદવારોની સરકારી નોકરી મેળવવાની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. અરજી કરનારા ધોરણ-12 પાસ ઉમેદવારો છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી પરીક્ષાની તૈયારી કરતા હતા.