અમદાવાદમાં ઓડિયો ગાઈડ સાથે સીમા પટેલના ચિત્રોનું પ્રદર્શન યોજાયું
ગુજરાતમાં મોટા શહેરોમાં થતુ ચિત્ર પ્રદર્શન જોવા જવાનું થતુ હશે. પ્રદર્શનમાં મુકેલા ચિત્રો શું કહેવા માંગે છે એ કદાચ કોઈના મુખેથી સાંભળી શકાય અથવા તો જેણે ચિત્ર બનાવ્યું છે તેના દ્વારા જાણી શકાય. પરંતુ ચિત્રને જોવાની સાથે આ ચિત્ર શું કહેવા માંગે છે તે સાંભળવાનું પણ એક સાથે મળે એવું અમદાવાદમાં પ્રથમવાર બન્યું છે. ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે આર્ટિસ્ટ સીમા પટેલના ચિત્રનું પ્રદર્શન 'નારીત્વ' યોજાયું હતુ. જેમાં આર્ટિસ્ટ વર્ષોની પોતાના કલા સાધનાને ચિત્રોના વિવિધ પ્રકારોમાં ઢાળીને ઉઠીને આંખને વળગે તેવા સુંદર ચિત્રોમાં કંડાર્યા હતાં.
પ્રથમ વાર ચિત્ર પ્રદર્શનમાં ઓડિયો ગાઈડનો ઉપયોગ
સીમા પટેલે ઓડિયો ગાઈડના ઉપયોગ અંગે જણાવ્યું હતું કે, મેં જાપાનની હિરોશીમા બોમ્બ ઘટના પરના એક એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. જેમાં મેં ઓડિયો ગાઈડનો અનુભવ મેળવ્યો હતો. જેનાથી પ્રેરણા લઈને મેં નારીત્વ સિરિઝની પેઈન્ટિંગની સફરના પરના આ એક્ઝિબિશનમાં તેનો ઉપયોગ કર્યો છે. એક કલાકાર તરીકે મેં મારા જ અવાજમાં નારીની વેદના, લાગણી અને બલીદાનની વાત કરી છે. માત્ર 8 વર્ષની વયે પોતાનું પ્રથમ ચિત્ર બનાવીને સીમા પટેલ દ્વારા પોતાની કલાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ફાઈન આર્ટ્સના અભ્યાસના અંતે આજે 100 ચિત્રોમાં પરિણમ્યું છે.
સીમા પટેલના કેટલાક ચિત્રો વિદેશમાં સેલ થયાં છે
તેમણે તેમના ચિત્રોમાં ઓઈલ કલર, એક્રેલિક, પેસ્ટલ, પાણીનો રંગ, ગ્રેફાઈટ ચારકોલ, પોસ્ટર રંગ, સોફ્ટ પેસ્ટલ, કલર પેન્સિલ, ટેક્સચર પેઈન્ટ, કોફી પેઈન્ટ્સ વગેરે કલાનો સમાવેશ થાય છે. એક્રેલિક તેણીનું ફેવરિટ છે. સીમા પટેલે ચાંપાનેર અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ હરીફાઈમાં પણ ભાગ લીધો હતો જયાં તેઓએ બેસીને લાઈવ પેઇન્ટિંગ કરી હતી. ઉપરાંત તાજેતરમાં ક્ષિતિજ આર્ટ ફાઉન્ડેશન-હરિયાણા દ્વારા આયોજિત નેશનલ લેવલ પેઈન્ટીંગ હરીફાઈમાં તેણીને ગોલ્ડ અને સિલ્વર મેડલથી નવાજવામાં આવ્યા છે. કલા પ્રત્યેના પ્રેમ અને લગનને ઓળખીને, તેણીએ અમદાવાદમાં ફાઇન આર્ટનો કોર્સ કર્યો અને આધુનિક અને વ્યવસાયિક કલાકામ બનાવવાનું શરૂ કર્યું. તેમના કેટલાક ચિત્રો વિદેશમાં સેલ થયાં છે.