બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 15 ફેબ્રુઆરી 2021 (12:31 IST)

દિશા રવિની ધરપકડ પછી ફરી ચર્ચામાં ટૂલકિટ, જાણો શુ છે ટૂલકિટ અને કેવી રીતે કરે છે આ કામ

ગ્રેટા થનબર્ગ ટૂલકિત કેસમાં પહીલી ધરપકડ દ્વારા દિલ્હી પોલીસ ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાની ષડયંત્ર શોધવામાં લાગી ગઈ છે. આ મામલે ધરપકડ થયેઓલ 21 વર્ષની વિદ્યાર્થીની દિશા રવિ પાંચ દિવસથી પોલીસની ધરપકડ હેઠળ છે. દિલ્હી પોલીસની સાઈબર સેલે તેને રવિવારે બેંગલુરૂથી ધરપકડ કર્યા પછી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજુ કર્યા. જ્યાથી દિશાને 5 દિવસની પોલીસ ધરપકડ હેઠળ મોકલી દીધી છે. દિલ્હી પોલીસે કોર્ટમાં દલીલ કરી છે કે આ ષડયંત્રમાં અનેક લોકોનો હાથ હોઈ શકે છે. તેથી દિશા રવિને રિમાંડમાં લઈને તેની પૂછપરછ કરવી જરૂરી છે. દિશા રવિ કોર્ટમાં સુનાવણી દરમિયાન રડી પડી. 
 
દિશા રવિ પર શુ છે આરોપ 
 
દિલ્હી પોલીસનુ કહેવુ છે કે તેની પાસે સંપૂર્ણ પુરાવા છે. દિલ્હી પોલીસે કહ્યુ છે કે દિશા રવિએ ટૂલ કિટ ડોલ્યુમેંટને તૈયાર કરવા અને તેને વાયરલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.  તેણે વ્હાટ્સએપ ગ્રુપ શરૂ કર્યુ હતુ અને ટૂલ કિટ તૈયાર કરવામાં સહયોગ કર્યો હતો અને ડ્રાફ્ટ તૈયાર કરનારા સાથે જોડાઈને કામ કરી રહી હતી. દિલ્હી પોલીસના મુજબ દિશા રવિ ખાલિસ્તાન સમર્થક પોએટિક જસ્ટિસ ફાઉંડેશનના સહયોગથી દેશ વિરુદ્ધ અસંતોષનુ વાતાવરણ બનાવવાનુ કામ કરી રહી હતી.  દિલ્હી પોલીસે દિશા રવિનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે. 
 
કોણ છે દિશા રવિ ?
 
માત્ર 21 વર્ષની દિશા રવિ બેંગલુરૂના જાણીતા માઉંટ કાર્મેલ કૉલેજની વિદ્યાર્થીની છે. આંતરાષ્ટ્રીય ક્લાઈમેટ ચેંજ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની જ જેમ દિશા રવિ પણ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ છે. દિશા રવિ ફ્રાઈડે ફોર ફ્યુચર કૈમ્પેનની સહ સંસ્થાપક છે. ફ્રાઈડે ફોર ફ્યુચર  એ જ કેમ્પેન છે જેના દ્વારા ગ્રેટા થનબર્ગે દુનિયા ભરમાં ચર્ચામાં આવી છે. દિશા રવિ ફ્રાઈડે ફોર ફ્યુચર કૈમ્પેનથી 2018થી જોડાયી છે. આ કૈમ્પેન દ્વારા દુનિયા ભરમાં પર્યાવરણ સાથે જોડાયેલ મુદ્દા પર આંદોલન ચલાવી રહી છે. 
 
 
દિશા રવિ બેંગલુરૂના જાણીતા માઉંટ કાર્મેલની વિદ્યાર્થીની છે. તેણે માઉંટ કાર્મલ કોલેજમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. દિશા રવિ હાલ ગુડ માઈલ્ક કંપની સાથે જોડાયેલી છે. દિશાના પિતા રવિ મૈસૂરમાં એથલેટિક્સ કોચ છે અને તેમની માતા એક ગૃહિણી છે. દિશા રવિ શાકાહારી છે અને એક વેગાન સ્ટાર્ટ અપ માટે કામ કરે છે. ફ્રાઈડે ફોર ફ્યુચર કૈમ્પેનના હેઠળ દિશા રવિને બેંગલુરૂમાં અનેકવાર શુક્રવારે પર્યાવરણ સાથે જોડાયેલા મુદ્દા પર પ્રદર્શન કરતી જોવા મળી છે.  તેંનો કોઈ અપરાધિક ઈતિહાસ નથી. દિશા રવિની ધરપકડનો ખેડૂત આંદોલનથી લઈને તમામ વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે. 
 
શુ છે ટૂલકિટ વિવાદ ?
 
ખેડૂત આંદોલનના સમર્થનમાં સ્વીડનની પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ટ્વીટ કર્યુ. ટ્વીટમાં આદોલન કેવી રીતે કરવાનુ છે તેની માહિતીવાળુ ટૂલકિટને શેયર કરવામાં આવ્યુ. ટૂલ કિટમાં ખેડૂત આંદોલનને પ્રોત્સાહિત કરવા માટે જરૂરી પગલા વિશે બતાવ્યુ છે. ટ્વીટમાં કયા હૈશટેગ લગાવવાના છે, શુ કરવાનુ છે, કેવી રીતે બચવાનુ છે તેની માહિતી આપવામાં આવી છે. પહેલાવાળા ટૂલકિટને ડિલીટ કર્યુ અને ફરીથી અપડેટ કરીને તેને ટ્વિટ કર્યુ. 
 
ટૂલ કિટ શુ છે ?
 
ડિઝિટલ હથિયાર જેનો ઉપયોગ સોશિયલ મીડિયા પર આંદોલનને હવા આપવા માટે કરવામાં આવે છે. પહેલીવાર અમેરિકામાં બ્લેક લાઈવ્સ મૈટર આંદોલન દરમિયાન તેનુ નામ સામે આવ્યુ હતુ.  જેના દ્વારા કોઈપણ આંદોલનને મોટી બનાવવા માટે વધુથી વધુ લોકોને જોડવામા આવે છે. તેમા આંદોલનમાં સામેલ થવાની રીત વિશે ક્રમવાર રૂપે બતાવવામાં આવે છે. 
 
આંદોલન વિરુદ્ધ પોલીસ જો એક્શન લે છે તો શુ કરવાનુ છે, એ પણ બતાવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ નાખતી વખતે કંઈ વાતોનુ ધ્યાન રાખવાનુ છે તેની પણ માહિતી આપવામાં આવે છે.   પ્રદર્શન દરમિયાન જો કોઈ પરેશાની આવે તો શુ કરવુ અને કોની સાથે સંપર્ક કરવો તેની પણ ડિટેલ મોકલવામાં આવે છે