સોમવાર, 1 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 નવેમ્બર 2019 (13:02 IST)

ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કર્યા

Farmers strike
જિલ્લાના પડધરીમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતોના મુદ્દે હાર્દિક પટેલની સાથે લલિત કગથરા તેમજ કિસાન સંઘના આગેવાન રમેશ પટેલ પણ ઉપવાસ આંદોલનમાં જોડાયા છે. કિસાન સંઘ ભાજપની ભગીની સંસ્થા હોવા છતાં કોંગ્રેસના નેતા સાથે જોડાતા ખળભળાટ જોવા મળી રહ્યો છે.હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના પોસ્ટરમાંથી કોંગ્રેસ ગાયબ જોવા મળી રહી છે. ખેડૂતોને પાક વીમો અને દેવું માફીની મુખ્ય માંગ સાથે પ્રતીક ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે. સાથે જ લલિત કગથરાએ સરકારને વિનંતી કરી છે કે સરકાર ખેડૂતોને લોલીપોપ ના આપે. લીલો દુષ્કાળની સ્થિતી છે. હજુ પણ વરસાદ પડી રહ્યો છે તો સરકાર લીલો દુષ્કાળ જાહેર કરે તેવી વિનંતી કરી છે.