શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 મે 2021 (10:10 IST)

કોરોનાની દવા કહીને પિતાએ બંને સંતાનોને આપી દીધુ ઝેર, સુસાઇડ નોટમાં કહી આ વાત

રાજકોટ શહેરમાં એક હચમચાવી દેનાર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પિતાએ પોતાના જ સંતાનોને વિષપાન કરાવી દીધું હતું. રાજકોટના નાનામવા રોડ પર શાસ્ત્રીનગર નજીક આવેલા શિવમ પાર્કમાં રહેનાર અને કર્મકાંડનું કામ કરનાર કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડિયાના બ્રાહ્મણ પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મધરાત્રે બનેલી આ ઘટના બાદ પિતા-પુત્રની સારવાર સરકારી હોસ્પિટલમાં ચાલી રહી હતી. જેમાં ગઇકાલે પુત્રનું મોત નિપજ્યું હતું. પિતાએ બંને પુત્રોને કોરોનાની દવા કહીને પીવડાવી દીધી હતી અને ત્યાર પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. પરિવાર સાથે આપઘાત કરનાર ઘરના મોભી કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડિયાના બ્રાહ્મણનું મોત નિપજ્યું છે. 
 
પિતા કમલેશભાઇએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં પહેલાં એક સુસાઇટ નોટ પણ લખી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે તેમના 2.12 કરોડ દિનેશ અને ભાવીન લઇને જતા રહ્યા છે. જ્યારે પોલીસે આ વિશે તપાસ કરી તો પત્ને અને ભાઇઓના હવાલેથી જાણવા મળ્યું કે તેમણે એડવોકેટ આ ડી વોરાના એક સંબંધીને પોતાનું મકાન વેચી દીધું હતું. જે દરમિયાન તેમનો 1.20 કરોડનો સોદો થયો હતો, ત્યારબાદ બદલામાં 20 લાખ તેમણે આપી દીધા હતા. જોકે ત્યારબાદ જ્યારે વેચવામાં આવ્યું 1 કરોડ માંગ્યા હતા તો એડવોકેટ વોરાએ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 
 
જેથી તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કમલેશભાઇ બહારથી ઝેરી દવા લઇને આવ્યા હતા અને બધાને  કહ્યું કે આ દવા લીધા બાદ કોરોના નહી થાય. ત્યારબાદ પુત્રી કૃપાલી 22 વર્ષ, પુત્ર અંકિત 21 એ દવા પી લીધી. જોકે જયશ્રીબેને દવા પીધી ન હતી. ત્રણેયને સારવાર માટે પહેલાં વોકહાર્ટમાં અને પછી સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં અંકિતનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ કમલેશભાઇ મોત નિપજ્યું છે. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. બ્રાહમણ પરિવારના સામૂહિક આપઘાતને લઇને સમાજના આગેવાનોએ ઉચ્ચ અધિકારીઓને કડક કાર્યવાહી માટે રજૂઆત કરી છે.