ગુરુવાર, 20 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 14 ઑક્ટોબર 2025 (00:59 IST)

ગુજરાત સરકારે ફટાકડા ફોડવાની નવી ગાઈડલાઈન કરી જાહેર, રાત્રે 8 થી 10 જ ફોડી શકશો ફટાકડા

FIRE CRACKER GUIDELINES
દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાને લઈને ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે મુજબ સુપ્રીમ કોર્ટના આદેશનું ખાસ પાલન કરવાનું રહેશે, ગુજરાતમાં દિવાળી તહેવારને પગલે ફટાકડા ફોડવા અંગે રાજ્ય સરકારે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો અનુસાર આ વર્ષે રાજ્યમાં ફટાકડા ફોડવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો ચેતાવણીભર્યો સંદેશ પણ આપવામાં આવ્યો છે.
 
- સુપ્રીમ કાર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એનિશન ઉત્પન્ન કરે છે તેનાં ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલી છે. આ સિવાયનાં તમામ પ્રકારનાં ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ  
- ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ  પેદા કરતાં બાંધેલા ફટાકડા (Joint firecrackers, Series crackers or Larl.) પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલો છે.
- ફટાકડાનું વે-ણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ નામ.સુપ્રિમ કોર્ટનાં તા 23/10/2018 નાં આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે.
- તમામ કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારનાં ફટાકડાનાં રેચાણ પર પ્રતિબંધ મુકેલ છે.
- ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકેલો છે.
- દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રે 8 થી 10 કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે 23.55 કલાકથી 00.30 કલાક સુધી જ ફોડી શકાશે.