મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (19:39 IST)

અમદાવાદમાં આંબેડકર હોલમાં લાગી આગ, 6 ફાયરફાઇટર ઘટનાસ્થળે

અમદાવાદના સરસપુર ખાતે આવેલા આંબેડકર હોલમાં આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વેલ્ડિંગ કરતી વખતે આગ છે. ત્યારે હાલમાં ફાયર બ્રિગેડની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગમાં કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ આગ ધીમે ધીમે વિકરાળ બનતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના પગલે અફરતફરીનો માહોલ સર્જાયો હતો.
 
 પ્રાપ્ત માહિતી પ્રમાણે હોલમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાનું જાણવા મળ્યું નથી