શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2021 (22:58 IST)

ઉમરેઠમાં લગ્ન મંડપમાં લાગી આગ, લોકોમાં મચી અફરાતફરી

આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં લગ્ન મંડપમાં અચાનક આગ લાગતાં આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. પરંતુ તે પહેલાં આસપાસના યુવકોએ પાણીનો મારો ચલાવી કાબુ પર કાબૂ મેળવી લીધો હતો.  આગ લાગવાની ઘટના સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં આવેલા નાસીકવાળા હોલ ખાતે શણગારેલા મંડપમાં અચાનક જ આગ લાગી હતી. આગ લાગતાં હાજર લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આવતી કાલે લગ્ન પ્રસંગ હોવાથી મંડપમાં લાઇટિંગ ડેકોરેશન તૈયાર થઈ જતાં ટેસ્ટિંગ માટેની કામગીરી ચાલી રહી હતી. 
 
આ દરમ્યાન મંડપ ડેકોરેશનમાં શોર્ટસર્કિટ થતા મંડપ સળગી ઉઠ્યો હતો, ત્યારે ફાયર વિભાગને જાણ કરતાં પહેલા જ આસપાસના યુવાનોએ મંડપમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. મંડપમાં આગ લાગવાની ઘટના સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે મંડપના સરસામાનને મોટું નુકશાન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.