ગુરુવાર, 8 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (15:58 IST)

દિવાળી સમયે ફટાકડા ફોડતા સમયે રાખશો ધ્યાન

ફટાકડા ફોડતા થયો ભડકો
સુરતના યોગીચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટી બહાર ચોંકાવનારી ઘટના સામે આવતાં માત્ર બાળકોએ નહીં, પરંતુ માતા-પિતાએ પણ સતર્ક થઇ જવાની જરૂર છે. બાળકો ગટરના ઢાંકણ પાસે ફટાકડા ફોડવા માટે ટોળામાં એકત્રિત થયાં હતાં. ત્યાં ફટાકડા ફોડવા જતાંની સાથે જ એકાએક આગ ભભૂકી ઊઠી હતી, જેને કારણે પાંચ બાળક આગની જ્વાળામાં દાઝી ગયાં હતાં. આ આગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે.
 
દાઝી ગયેલા બાળકોના નામ
 
રંગપરીયા ગુંજ સંજયભાઈ (11)
રંગપરીયા વેદ ચેતનભાઇ (9)
ડોબરીયા વ્રજ મનસુખભાઈ (14)
સ્મિત મનસુખભાઈ બાબરીયા (8)
ઠેશીયા હેતાર્થ દિનેશભાઈ (10)