ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (14:34 IST)

અમદાવાદીઓને મળશે મોટી ભેટ : નરોડામાં બનશે શહેરનો સૌથી લાંબો ઓવરબ્રિજ

અમદાવાદમાં નરોડા પાટિયા વિસ્તારમાં ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનો ખર્ચ અગાઉ રૂા. 55 કરોડ અંદાજવામાં આવ્યો હતો. પરંતુ તેમાં પાછળથી સુધારો કરીને સળંગ ત્રણ જંક્શનને આવરી લેતો શહેરનો સૌથી લાંબો બ્રિજ બનાવવાનું નક્કી થતાં ખર્ચ વધીને રૂા. 165 કરોડે પહોંચી જનાર છે. 
 
અત્યાર સુધી સૌથી લાંબો બ્રિજ અંજલિનો 1 કિલોમીટરનો છે, જ્યારે નરોડા પાટિયાનો બ્રિજ લગભગ 2.50 કિલોમીટર લંબાઈનો બનશે. જેમાં નરોડા પાટિયાથી નાના ચિલોડા તરફ જતા દેવી સિનેમા જંક્શન અને ગેલેક્સી જંક્શનને આવરી લેવાયા છે. 
 
આ બ્રિજને અમદાવાદના સૌથી લાંબા ઓવર બ્રિજ તરીકે ગણવા આવશે . આધુનિક ડિઝાઇશન સાથે આ બ્રિજ  165 કરોડના ખર્ચે નરોડા (Naroda Overbridge) પાટીયા જંક્શનથી નરોડા ગેલેક્ક્ષી ક્રોસ રોડ સુધી બનશે.