શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (12:18 IST)

બોટાદ: કાળામુખા ડમ્પરે વિદ્યાર્થીને કચડી નાખ્યો, વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

રાજ્યમાં સતત સતત અકસ્માતોની વણઝાર સર્જાઇ રહી છે. ગુજરાતમાં રોડ અકસ્માતોનો ઘટનાનામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારેબોટાદના પાળીયાદ રોડ કરૂણ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. આ અકસ્માતમાં ડમ્પર ચાલકે વિદ્યાર્થીને કચડી નાખ્યો હતો. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદનો વિદ્યાર્થી સ્કૂલમાંથી છૂટીને પોતાના ઘરે જવા નિકળ્યો હતો. ત્યારે બસમાંથી નીચે ઉતરીને ઘર તરફ જઇ રહ્યો હતો તે દરમિયાન રોંગ સાઇડમાં પૂરઝડપે આવી રહેલા ડમ્પરે વિદ્યાર્થીને કચડી નાખતાં કરૂણ મોત નિપજ્યું હતું. વિદ્યાર્થી ઉંમર માત્ર 14 વર્ષની હતી. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટે વ્યાપી જવા પામી હતી. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળે ડમ્પર મુકીને નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં શિક્ષકો સ્ટાફ અને સંચાલકો વિદ્યાર્થીના પરિવારજનો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.