શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (10:31 IST)

આર્યન સાથે સેલ્ફી લેનાર કેપી ગોસાવીની પુણેથી ધરપકડ

પુણે. આર્યન ખાન ડ્રગ્સ કેસના સાક્ષી કેપી ગોસાવીની પોલીસે પુણેથી ધરપકડ કરી હતી. ગોસાવી પુણેમાં છેતરપિંડીના કેસમાં આરોપી છે. તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગોસાવીને આજે સવારે 5 વાગ્યે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ હજુ તેની પૂછપરછ કરી રહી છે. 
કેપી ગોસાવીને વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપીને યુવકોના પૈસા પડાવી લીધા હતા. આ આરોપમાં પુણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગુરુવાર સવારે તેની ધરપકડ કરી છે. બુધવાર મોડી રાતે ગોસાવીએ પુણેમાં સરેન્ડર કર્યું હોવાની પણ ચર્ચા છે.
 
ગોસાવી મુંબઈથી ફરાર થઈને ઉત્તરપ્રદેશ ગયો હતો, તેણે લખનઉ સહિત ઘણા જિલ્લામાં સરેન્ડરની પ્રયાસ કર્યો હતો. તેને પકડવા માટે પુણે પોલીસની બે ટીમ લખનઉ પણ ગઈ હતી. જોકે તે લખનઉથી ફરાર થઈ ગયો હતો. તેનું છેલ્લું લોકેશન મંગળવારે સુલ્તાનપુર મળ્યું હતું.
 
આ કેસના અન્ય એક સાક્ષી કે.પી.ગોસાવી અને સેમ ડિસોઝાને 25 કરોડની રકમ અંગે વાત કરતા સાંભળ્યા હતા. તેણે એવી પણ ચર્ચા સાંભળી હતી કે 18 કરોડ રૂપિયામાં સોદો નક્કી થઈ ગયો છે, જેમાંથી 8 કરોડ રૂપિયા NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને આપવાનું નક્કી થયું છે.