સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 27 ઑક્ટોબર 2021 (12:06 IST)

પેગાસસ: સુપ્રીમે બનાવી એક્સપર્ટ કમિટી

પેગાસસ જાસુસી કેસની તપાસ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે આ કેસની તપાસ માટે એક્સપર્ટ કમિટી બનાવી છે. પેગાસસ કેસમાં તપાસ કમિટીમાં પૂર્વ IPS ઓફિસર આલોક જોશી, ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સ્ટાન્ડાર્ડાઈઝેશન સબ કમિટીના ચેરમેન ડૉ. સંદીપ ઓબેરોયને પણ સામેલ કરવામાં આવ્યા છે
 
આ કમિટી રિટાયર્ડ જસ્ટિસ આર વી રવીન્દ્રનની અધ્યક્ષતામાં કામ કરશે. કોર્ટે આ કમિટીને કહ્યું છે કે, પેગાસસ સાથે જોડાયેલા આરોપોની તપાસ કરીને રિપોર્ટ કોર્ટને સોંપવામાં આવશે. 8 સપ્તાહ પછી આ કેસમાં ફરી સુનાવણી કરવામાં આવશે.