1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 ઑક્ટોબર 2021 (09:48 IST)

રાજ્યની ૬૮૮૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઈન્ટરનેટ સુવિધાથી થશે સજ્જ

રાજ્યની ૬૮૮૦ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવેમ્બર-૨૦૨૧થી માર્ચ-૨૦૨૨ સુધી ઈન્ટરનેટ સુવિધા માટે ગ્રાંટ ફાળવણીના આદેશો કરવામાં આવ્યા છે તેમ કમિશ્નર શાળાઓની યાદીમાં જણાવવામાં આવ્યું છે 
 
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવા માટે વર્ષ ૨૦૧૯-૨૦થી BSNLને કામગીરી સોપવામાં આવી હતી. જેનો કોન્ટ્રાક્ટ ઓક્ટોબર-૨૦૨૧થી પૂર્ણ થાય છે. 
 
રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ઇન્ટરનેટ સુવિધા અવિરત મળી રહે તેવા ઉમદા હેતુથી ઈન્ટરનેટ સેવા માટે નવેમ્બર-૨૦૨૧ થી માર્ચ-૨૦૨૨ સુધીના ૫ માસ માટે પ્રતિ માસ રૂા.૫૦૦/- લેખે રૂા.૨૫૦૦/- ગ્રાન્ટ ફાળવણીના આદેશો કરવામાં આવ્યા છે.