ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (15:48 IST)

BS-VI એમીશન નોર્મ્સના વાહનો ખરીદીને સંચાલનમાં મૂકનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ

ગુજરાતના પનોતાપુત્ર અને ભારતના લોકલાડીલા શ્રી નરેન્દ્રભાઈમોદી પ્રધાનમંત્રી બનતાની સાથે જ ગુજરાતની ઉન્નતિ અને સમૃદ્ધિના માર્ગ ખુલી ગયા. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનતાં વેત ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ સાથે ભવ્ય અનેદિવ્ય ગુજરાતના નિર્માણ અર્થે ઊભા કરવામાં આવેલા અંતરાયોને ઘડીના છઠ્ઠા ભાગમાં જડમૂળથી ઊખેડી નાખ્યા.ગુજરાતના જનિહતલક્ષી અનેકવિધ પ્રકલ્પોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંજૂર કરતાં આજે ગુજરાતની કાયાપલટ થવા પામી છે.
 
રાજ્યના બંદરો અને વાહન વ્યવહાર વિભાગની વાત કરીએ તો ભારત સરકાર નિર્મિત અને NIC સંચાલિત SARATHI સૉફ્ટવેર અને VAHAN સૉફ્ટવેરના માધ્યમથી વાહન વ્યવહાર સંબધીત સેવાઓ આપવામાં આવે છે.આ સેવાઓ પૈકી અનેક સેવાઓ તો ફેસલેસ પ્રકારની છે. જેમાં અરજદારોને કચેરીઓમાં આવવાની જરૂર પડતી નથી. જેને પ્રગતિશીલતા સાથે પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય.
 
સેવાઓના સરળીકરણ માટે રાજ્ય સરકારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો છે. રાજ્યની તમામ આરટીઓ/એઆરટીઓ કચેરીઓમાં પેપર લેસ, ફેસલેસ અને ડીજીટાઇઝેશનને પ્રોત્સાહીત કરવા માટે વાહન સંબધીત સેવાઓ માટે વાહન 4.0 સૉફ્ટવેર તથા લાયસન્સ સંબધીત સેવાઓ માટે સારથી 4.0 સૉફ્ટવેરનું અમલીકરણ કરવામાં આવ્યું છે. રાજયમાં વાહન સંબધીત ૧૦ સેવાઓ તથા લાયસન્સ સંબધીત ૮ સેવાઓ પણ ફેસલેસછે. જેનો વાર્ષિક અંદાજીત ૪૧ લાખ અરજદારો લાભ લીધો છે અને હજુ પણ વધુને વધુ નાગરિકો આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે.
 
રાજયમાં તા.૨૦-૧૧-૨૦૧૯થી ચેકપોસ્ટ નાબુદી બાદ ઓવરડાયમેન્શન મોડ્યુલ (ODC MODULE)નું અમલીકરણ  કરવામાં આવ્યું છે. જેના દ્વારા વાહન માલિકો જાતે જ તેઓના વાહનના ઓવરડાયમેન્શન અંગેની વિગતો તથા તેના ઉલ્લંઘન બદલ ભરવાપાત્ર દંડની રકમ ઓનલાઈન માધ્યમથી ભરે છે.  આમ  સરકારે વાહન માલિકો પર ભરોસો મૂકી આ વ્યવસ્થા દ્વારા તેઓના સમય, શક્તિ અને ઈંધણનો બચાવ કર્યો છે તથા ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ સુનિશ્વિત કર્યો છે. 
 
આરટીઓ એન્ફોર્સમેન્ટની કામગીરી પારદર્શક, ડિજિટાઈઝ અને ઓનલાઈન પેમેન્ટની  વ્યવસ્થા માટે મેન્યુઅલ ચલણના બદલે પોઈન્ટ ઓફ સેલ (POS) હેન્ડ હેલ્ડ ડીવાઈસની મદદથી જૂના મેન્યુઅલ મેમા બુકને બદલે ઓનલાઈન ઇ-ચલણ ઇસ્યુ કરવાની વ્યવસ્થા અમલમાં છે. આ પ્રથાથી એન્ફોર્સમેન્ટની કામગીરીમાં વાહન ચાલકો/ માલિકો પાસેથી  સ્થળ પર ઓનલાઈન પેમેન્ટ દ્વારા માંડવાળ ફી સ્વીકારવાની વ્યવસ્થા પણ સુનિશ્વિત કરવામાં આવી છે. જેનાથી વ્યવસ્થામાં પારદર્શિતા, કાર્યક્ષમતાતથા માર્ગસલામતી સુનિશ્વિત કરવામાં મદદ મળી છે.
 
ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજયમાં VAHAN સંબધીત સેવાઓ તથા SARATHI સંબધીત સેવાઓ માટે ફીનું ચૂકવણું ઓનલાઈન માધ્યમથી શરૂ કરવામાં આવ્યું છે. રાજયમાં વાહન 4.0 સૉફ્ટવેરના અમલીકરણથી ગુજરાત રાજયમાં નોંધાયેલા વાહનોની માલિકીતબદીલી, લોન વગેરેની કામગીરી માટે ઇસ્યુ કરવામાં આવતા “ના વાંધા પ્રમાણપત્ર’’ને નાબુદ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. 
 
રાજયમાં વાહનોના પોલ્યુશન અંડર કાંટ્રોલ ( PUC ) અને વીમાની કામગીરીને વાહન 4.0 સાથે ઇન્ટીગ્રેટ કરીને PUC અને વીમાના પ્રમાણપત્ર અને પોલીસીને પેપરલેસ કરવામા આવી છે. mParivahanઅને  Digilockerમાં ઉપલબ્ધ આરસી અને ડ્રાઈવીંગ લાયસન્સને એન્ફોર્સમેન્ટની કામગીરી માટે દસ્તાવેજ તરીકે માન્ય ગણવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
 
આરટીઓ/એઆરટીઓ કચેરીઓ ખાતેથી ઇસ્યુ થતાં શિખાઉ લાયસન્સની કામગીરી બંધ કરી,  તેનુ  ડીસેન્ટ્રલાઇઝેશન કરી આ કામગીરી જીલ્લા તથા તાલુકા કક્ષાના કુલ ૨૨૧ આઇટીઆઈ અને ૨૯ પોલીટેક્નિક ખાતે ઇસ્યુ કરવામાં આવ્યા છે. અગાઉ ડ્રાઈવીંગ લાયસન્સ રીન્યુ કરવાની કામગીરી જે તે પેરેન્ટ ઓથોરીટી (આરટીઓ/એઆરટીઓ કચેરી) ખાતે કરવી પડતી હતી. જે કામગીરી હવે ગુજરાત રાજ્યના કોઇપણ જિલ્લામાં કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 
 
જેથી અરજદારો પોતાની સગવડતા અનુસાર કોઈપણ આરટીઓ/એઆરટીઓ કચેરી ખાતે ડ્રાઈવીંગ લાઇસન્સ રીન્યુ કરી શકે છે.વાહન અને લાયસન્સ સંબધી માહિતી જે ડેટાબેઝમાં ઉપલબ્ધ ન હોય તે અરજદારો સ્વયં અરજદાર પાસેના ઉપલબ્ધ પુરાવાના આધારે ઘેરબેઠા ઓનલાઈન અરજી કરી શકે (Self Backlog) તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
 
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સમગ્ર રાજ્યમાં રોજના અંદાજીત ૩૪લાખ કી.મી.નું સંચાલન કરી દૈનિક ૨૫.૧૮ લાખ મુસાફરોને પરિવહનની સેવા પુરી પાડે છે.એસ.ટી નિગમ દ્વારા ગુજરાતના કુલ ૧૮,૬૭૬ ગામડા પૈકી ૧૮,૫૫૪ ગામડાને પરિવહનની સેવા થકી આવરી લેવામાં આવ્યા છે. 
 
લગ્ન પ્રસંગોએ મધ્યમ અને ગરીબ લોકો માટેની વિશેષ કેજ્યુઅલ કોન્ટ્રાક્ટ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ૧૧,૯૮૦ વાહનો થકી રાજ્યના ૯,૬૬૫ કુટુંબોએ લાભ લીધો છે. ગ્રામીણ વિદ્યાર્થીઓને ૮૨.૫૦% તેમજ વિદ્યાર્થીનીઓને ૧૦૦% રાહત દરે મુસાફરીની સુવિધા જેનો ચાલુ નાણાકીય વર્ષમાં  ૩ લાખ વિદ્યાર્થીઓ તેમજ ૩.૪૩ લાખ વિદ્યાર્થિનીઓએ રાહત દરે મુસાફરીની સુવિધાનો લાભ લીધો છે. નાગરિકોની સેવામાં છેલ્લા ૫ વર્ષમાં ૫,૭૮૫ નવી બસો સંચાલનમાં મુકવામાં આવી છે.
 
વર્ષ ૨૦૨૦-૨૧ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦૦૦ નવીન BS-VI વાહનો ખરીદવાની મંજુરી મળી હતી જે પૈકી ૬૮૫ વાહનો સંચાલનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે બાકીના ૩૧૫ વાહનો ઓકટોબર-૨૦૨૧ સુધીમાં સંચાલનમાં મુકવામાં આવશે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે મંજુર થયેલ ૧૦૦૦ BS-VI ડીઝલ વાહનો માટેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે.
 
ગુજરાત સરકાર દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળી રહે તેમજ પ્રદૂષણમાં ઘટાડો થાય તે હેતુસર  “ZERO AIR POLLUTION” ધરાવતી પ૦ ઈલેકટ્રીક બસો ભારત સરકારની FAME II સબસિડી અંતર્ગત સંચાલનમાં સત્વારે મુકાશે. આ બસોમાંથી ૨૫ બસો ડિસેમ્બર,૨૦૨૧સુધીમાં તેમજ બાકીની ૨૫ બસો માર્ચ,૨૦૨૨ સુધીમાં સંચાલનમાં મુકાશે જેથી મુસાફરોની સગવડમાં વધારો થવાની સાથે પ્રદુષણમાં ઘટાડો થશે.
 
લોકડાઉન દરમિયાન શ્રમિકો, કામદારો, વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, કોરોના વોરીયર્સ જેવા કે મેડીકલ સ્ટાફ, પોલીસકર્મીઓ વગેરેને પરિવહન સેવા પુરી પાડી ૨૨,૯૫૩ બસ ટ્રીપ દ્વારા કુલ ૬,૯૯,૩૫૭ લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોચાડવામાં ગુજરાત સરકાર અગ્રેસર રહી છે.
 
૨૨૪૯ ડ્રાઇવરના ડ્રાઇવિંગ ટેસ્ટ તેમજ પ્રાથમિક દસ્તાવેજ ચકાસણી પુર્ણ કરી ટુંક સમયમાં જ નિમણુંક આપવામાં આવશે. ૨૩૮૯ કંડકટરઅને૬૫૯ મિકેનીકલ સ્ટાફની ભરતી કરાશે. પરિણામે એસટી બસ પરિવહન તંત્રની કામગીરીમાં સુગમતા રહેશે. 
 
ડિજિટલ સેવાસેતુ અંતર્ગત નિગમની બસ ટીકીટ અને મુસાફર પાસ ગ્રામ્યકક્ષાએ જ આમ જનતાને મળતા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.નિગમના ૮૭ બસ સ્ટેશનો ખાતે મુસાફરોને ઇન્ટરનેટની સુવિધા મળી રહે તે હેતુથી ફ્રી વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.મુસાફરો ઘેર બેઠા ઓનલાઇન બસ ટીકીટ બુક કરી શકે તે માટે નવીન ફીચર્સ સાથે Android અને iOS મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે.
 
રાજ્ય સરકારની શ્રવણ તીર્થ યોજના અંતર્ગત એસ.ટી. નિગમ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઇટનુ લીન્કીંગ કરવામાં આવ્યું છે. નિગમની આ યોજનાનો કુલ ૧૦,૮૫૦ લાભાર્થીઓ દ્વારા લાભ પણ લેવામાં આવ્યો છે.૧૧૧ બસ સ્ટેશનોને તેમજ સેન્ટ્રલ ઓફીસ સી.સી.ટી.વી. બેઇઝડ સર્વેલન્સ સીસ્ટમથી સજ્જ કરવામાં આવી છે. વહિવટી કામગીરી ઝડપી બનાવવા નિગમમાં મધ્યસ્થ કચેરી તેમજ ૧૬વિભાગીય કચેરીઓને વીડિયો કોન્ફરન્સથી જોડવામા આવી છે.
 
મુસાફરોની પરિવહન સુવિધામાં વધારો કરવા નિગમ દ્વારા પીપીપી ધોરણે રૂ.૧૨૪.૩૪ કરોડના ખર્ચે અમદાવાદમાં ગીતામંદિર અને રાણીપ, વડોદરામાં સેન્ટ્રલ બસ સ્ટેશન અને મકરપુરા, મહેસાણા, સુરતમાં અડાજણ, રાજકોટ ખાતે નવીન બસપોર્ટ બનાવવામાં આવ્યા છે.પીપીપી ધોરણે રૂ. ૧૪૩.૪૯ કરોડના ખર્ચે  ૮ આધુનિક બસ પોર્ટ ભરુચ, મોડાસા, પાલનપુર, અમરેલી, પાટણ, નડિયાદ, ભુજ, નવસારી ખાતે બાંધકામ પ્રગતિમાં છે. મુસાફરોની સેવામાં છેલ્લા ૫ વર્ષમાં કુલ ૧૧૧ બસ સ્ટેશન/૦૫ ડેપો વર્કશોપ લોકાર્પણ કરવામાં આવ્યાઅને કુલ ૩૮ બસ સ્ટેશન/૦૨ ડેપો વર્કશોપનું બાંધકામ સત્વરે પૂર્ણ થશે. નિગમ દ્વારા બસ બોડી ફેબ્રીકેશનની ઇનહાઉસ જ કામગીરી કરવામાં આવે છે.
 
રાષ્ટ્રીય કક્ષાએ રોડ સેફ્ટી ક્ષેત્રે એસોશીએશન ઓફ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ અંડર ટેકીંગ (ASRTU) દ્વારા સૌથી ઓછો અકસ્માત દર હાંસલ કરવા માટેકેંદ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી “ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર રોડ સેફટી એવોર્ડ” વર્ષ ૨૦૧૯-૨૦ તથા વર્ષ ૨૦૨૦-૨૧ માટે જાન્યુઆરી-૨૦૨૧માં એનાયત કરવામાં આવ્યા છે જેમાં રૂ. ૪.૦૦ લાખનું પ્રોત્સાહનઈનામ પણ પ્રાપ્ત થયું છે. 
 
મહત્તમ કે.એમ.પી.એલ. (કિલોમીટર પ્રતિ લીટર) ઈમ્પ્રુવમે‍ન્ટ માટે PCRA (Petroleum Conservation Research Association) દ્વારા ભારતના સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં ૧૦૦થી વધુ ડેપો ધરાવતા રોડ ટ્રા‍ન્સપોર્ટ કોર્પોરેશનમાં નિગમના ૬ બેસ્ટ ડેપો ધોરાજી, અમદાવાદ, રાજુલા, ધોળકા, દાહોદ અને ધરમપુરને સ્ટેટ લેવલ ઉપર રૂ. ૦.૫૦ લાખ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા છે. “Response to COVID-19” અંતર્ગત કોરોના મહામારી દરમિયાન નિગમ દ્વારા કરવામાં આવેલ વિશિષ્ટ કામગીરી માટે નિગમને પ્રતિષ્ઠિત “સિલ્વર સ્કોચ એવોર્ડ-૨૦૨૦” પ્રાપ્ત થયો છે.  ગુજરાતના મુખ્ય સચિવ તથા GeMના કારોબારી અધિકારીના વરદ હસ્તે GeMઉપર રાજ્યમાં સૌથી વધુ મુલ્યની ખરીદી અન્વ યે નિગમને “ઉત્તમ પ્રશંસનીય કામગીરી”નો એવોર્ડ પણ વર્ષ ૨૦૨૦માં એનાયત થયો છે.