1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (12:47 IST)

રાજકોટઃ બિલ્ડિંગની છત પડતા અફરાતફરી

રાજકોટમાં હાલ યાજ્ઞિક રોડ પર આવેલ ધનરજની બિલ્ડીંગમા બાલ્કનીનો ભાગ તૂટી પડતા કેટલાક લોકો ફસાયા કાટમાળમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત 7થી વધુ વાહનોનો પણ ચૂર ચૂર થઈ ગયા છે.
 
 યાજ્ઞિક રોડ પર બનેલી આ મોંટી દુર્ઘટનાને પગલે ખરીદી કરતા લોકોમાં ભયનો માહોલ જોવા નળી રહ્યો છે.હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને બિલ્ડીંગનો પ્રથમ માળ બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે