રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 માર્ચ 2022 (18:45 IST)

ધુળેટી રમી ત્રિવેણી નદીમાં ન્હાવા ગયેલા પાંચ મિત્રો ડૂબી જતાં મોત

આજે ધુળેટીનું પર્વ હોય ભાણવડના શિવનગર અને રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો રંગે રમ્યા બાદ ત્રિવેણી નદીમાં ન્હાવા માટે પહોંચ્યા હતા. અહીં કોઈ કારણોસર પાંચે'ય મિત્રો ડૂબી જતાં મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા હતા.આજે ખુશીના પર્વ પર જ પાંચ જુવાનજોધ પુત્રોના ડૂબી જવાથી મોત નિપજતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો
 
દેવભૂમિ દ્વારકાના ભાણવડની ત્રિવેણી નદીમાં આજે પાંચ મિત્રોના ડૂબી જવાથી મોત નિપજતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ભાણવડમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો ધુળેટીના પર્વ પર રંગોથી રમ્યા બાદ ત્રિવેણી નદીમાં ન્હાવા માટે ગયા હતા. અહીં અકસ્માતે ડૂબી જતાં પાંચે'ય મિત્રોના મોત નિપજતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.
 
મૃતકોના નામ જીતભાઈ ભરતભાઈ કવા (લુહાર) ઉ. વ 16 રહે શિવ નગર તાલુકા પંચાયત સામે ભાણવડ
 
હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ જાતે સથવારા ઉ. વ 17 રહે ખરાવાડ ભાણવડ
 
ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા ઉ. વ 16 રહે રામેશ્વર પ્લોટ ભાણવડ
 
ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા જાતે પ્રજાપતિ રહે શિવ નગર ભાણવડ
 
હિતાર્થ અશ્વિંગીરી ગોસ્વામી બાવાજી ઉ. વ 16 રહે શિવ નગર ભાણવડ