શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જુલાઈ 2021 (12:54 IST)

લાખણકા ડેમમાં ડૂબી જતાં 2 મિત્રોના મોત, મિત્રને બચાવવા મિત્રએ લગાવી છલાંગ

ભાવનગરના બુધેલ નજીક આવેલ લાખણકા ડેમ પર ફરવા માટે ગયેલા સાત જેટલા મિત્રો માથી બે યુવાનો ડૂબી જવાની ઘટના બની હતી. જેમાં શહેર નજીક આવેલા લાખણકા ડેમ પાસે સાત મિત્રો ફરવા આવ્યા હતા તે દરમિયાન એક યુવાન ને ઉલ્ટી થતાં તેની માટે પાણી ભરવા ગયેલ યુવાનનો પગ લપસી જતાં તે પાણીમાં પડી ગયો હતો અને ડૂબવા લાગ્યો હતો. જેને ડૂબતો જોઈ બીજા યુવાને પણ તેને બચાવવા છલાંગ લગાવી હતી, પરંતુ બંને પાણીમાં ગરકાવ થઈ જતાં ફાયર વિભાગ ને જાણ કરવા માં આવી હતી, જેથી ફાયર વિભાગે બંને યુવાનોના મૃતદેહ શોધી કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
 
લાખણકા ડેમ પર ફરવા ગયેલા સાત યુવાનો પૈકી એક યુવાન ને ઉલ્ટી થતાં કેવલ સોલંકી નામનો યુવાન તેની માટે પાણી ભરવા નીચે ગયો હતો, જ્યાં તેનો પગ લપસી જતાં તે ડૂબવા લાગ્યો હતો જેને ડૂબતો જોઈ હાર્દિક સોલંકી નામના યુવાને તેને બચાવવા માટે પાણી માં છલાંગ લગાવી હતી, પરંતુ તેને પણ તરતા ના આવડતું હોવાથી તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, એકને બચાવવા જતા બીજો મિત્ર પણ પાણીમાં પડતાં બંને યુવાનો ડૂબવા લાગ્યા હતા, બે યુવાનો પાણીમાં ડૂબી જતા અન્ય મિત્રોએ ડેમ સંચાલક ને જાણ કરી હતી.
 
ડેમ પર ફરવા આવેલા યુવાનો પૈકી કેવલ સોલંકી નામનો યુવાન આઉટ સોર્સ થી નોકરી કરતો હતો, જ્યારે તે મિત્રને ઉલ્ટી થતાં કેવલ તેની માટે પાણી ભરવા ગયો હતો તે દરમ્યાન તે ડૂબવા લાગ્યા હાર્દિક ના નામના યુવાને તેને બચાવવા છલાંગ લગાવી હતી, બે માથી કોઈ પણ ને તરતા ના આવડતું હોવાથી બંને યુવાનો પાણીમાં ગરકાવ થઈ જતાં ડેમ સંચાલકે ફાયર વિભાગ ને જાણ કરી હતી જેથી ફાયર સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી જઇ બંને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી.
 
લાખણકા ડેમમાં પડેલા બે યુવાનો ની ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેથી ચાર થી પાંચ કલાકની મહેનત બાદ મોડી રાત્રે બન્ને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા, ફાયર વિભાગ દ્વારા બંને ના મૃતદેહ પીએમ અર્થે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
 
ભાવનગર ના સરદારનગર ના 50 વારિયા વિસ્તારમાં રહેતા બંને યુવાનો ના મોત થતાં શોક નું વાતાવરણ ઉભુ થયું હતું, મૃતકોમાં કેવલ સોલંકી નામનો યુવાન પાનવાડી પીડબલ્યુડીની ઓફિસમાં આઉટ સોર્સ થી પટાવાળા તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે હાર્દિક સોલંકી નામનો યુવાન કાળિયાબીડ વિસ્તારમાં બુક સ્ટોર ચલાવતો હતો, આ બનાવને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી મચી જવા પામી હતી.