રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જુલાઈ 2021 (12:02 IST)

અમદાવાદમાં એક બાળકનો પિતા કુંવારો હોવાનું કહી ત્રણ ત્રણ સ્ત્રીઓ સાથે પ્રેમસંબંધ રાખતો

અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતી પરિણીતાને  અન્ય મહિલાઓ સાથે પતિનો પ્રેમસંબંધ હોવાની શંકા જતાં મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. હેલ્પલાઈનની ટીમે મહિલાના પતિની પૂછપરછ અને ફોન ચેક કરતા એક- બે નહિ પરંતુ ત્રણ ત્રણ છોકરીઓ સાથે અફેર હોવાનું બહાર આવ્યું હતું. 8 વર્ષના બાળકના પિતા હોવા છતાં છોકરીઓને પોતે કુંવારા હોવાનું જણાવી પ્રેમજાળમાં ફસાવતો હતો.

મહિલા હેલ્પલાઈનની ટીમે તેઓને અન્ય છોકરીઓને ફસાવી અને છેતરપીંડી કરવા બદલ કાયદાકીય કાર્યવાહી અંગે જાણકારી આપી હતી. હવેથી તેઓ કોઈ છોકરી સાથે સંબંધ નહિ રાખે તેવી બાંહેધરી આપતા સમાધાન થયું હતું. મહિલા હેલ્પલાઈન 181માં પરિણીતાએ ફોન કરી કહ્યું હતું કે મારા પતિને અન્ય મહિલા સાથે અફેર છે અને મને શારીરિક માનસિક ત્રાસ આપે છે. જેથી હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી હતી. પરિણીતાએ જણાવ્યું હતું કે મારા લગ્નને 10 વર્ષ થયાં છે 8 વર્ષનો પુત્ર છે. બે બે દિવસ સુધી બહાર રહે છે. મારા પતિને અન્ય મહિલા સાથે સંબંધ છે જે બાબતે ઘરમાં પણ જાણ કરી હતી. પરંતુ સમાજના ડરના કારણે શાંતિ રાખવાનું કહેતા હતા.  પતિનું કાઉન્સેલિંગ કરી તેમનું વોટ્સએપ ચેક કરતા એક બે નહિ પરંતુ ત્રણ ત્રણ છોકરીઓ સાથે અફેર હોવાનું બહાર આવ્યું હતું. જો કે પતિએ બહેન માનું છું એમ કહ્યું હતું. જેથી પતિની ખરાઈ કરવા માટે છોકરીઓને બોલાવતા તેઓને પ્રેમસંબંધ હોવાનુ જણાવ્યું હતું. પોતે એક પુત્રનો પિતા હોવા છતાં કુંવારા હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવતો હતા. અન્ય છોકરીઓને ફસાવી અને છેતરપીંડી કરવા બદલ કાયદાકીય કાર્યવાહી અંગે જાણકારી આપી હતી.

આજ બાદ તેઓ કોઈ છોકરી સાથે સંબંધ નહિ રાખે તેવી બાંહેધરી આપતા મહિલા હેલ્પલાઈનની મદદથી સમાધાન થયું હતું.  મહિલા હેલ્પલાઈન પર એક થર્ડ પાર્ટીએ ફોન કરી અને જાણ કરી હતી કે મહિલા આપઘાત કરવા જઈ રહી છે. જેથી હેલ્પલાઈનની ટીમે ત્યાં પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે તે મૂળ ત્રિપુરાની રહેવાસી છે અને અમદાવાદમાં રહેતા યુવક સાથે ફેસબુકમાં મિત્રતા થઈ હતી. ત્રિપુરામાં ઘરેથી કોઈને કહ્યા વગર તેઓ અમદાવાદ આવી ગયા હતા. યુવક સાથે બે વર્ષ સુધી લિવઇન રિલેશનમાં રહ્યા બાદ ઝઘડાઓ શરૂ થયા હતા. અન્ય મહિલા સાથે સંબંધ હોવાની જાણ થતાં ફરી ઝઘડા અને મારઝૂડ થઈ હતી જેથી પોલીસ ફરિયાદ પણ કરી હતી. એક મહિનાથી તેઓ ઘરે આવ્યા ન હતા અને મહિલા ફોન કરે તો ફોન ઉપાડતા ન હતા