શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (17:01 IST)

હેપી ઉત્તરાયણ - પતંગ દ્વારા આપ્યો પક્ષીઓ બચાવવાનો અને ઓમિક્રોન અને રેપ સામે સતર્કતાનો સંદેશ

સુરતમાં ઉતરણનો જે માહોલ બને છે તે ગુજરાતના કોઈ શહેરમાં બનતો નથી. ઉત્તરાયણના દિવસે શહેરની લગભગ તમામ ઇમારતો પર બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીની ઉંમરના લોકો પતંગ ચગાવતા નજરે પડે છે.પરંતુ આ વખતે સુરતમાં બનેલો સૌથી મોટો મહાકાય સંદેશો આપતા પતંગ બીજા બધા પતંગોની પેચ કાપશે. સુરત ના અજય રાણા એ આ વર્ષે 12 ફૂટ નો મહાકાય પતંગ બનાવ્યો છે. એટલું જ નહીં પણ બીજા 7 ફુટના પતંગ પર જાગૃતિ માટે ‘સ્ટોપ રેપ’અને ' સ્ટોપ એમિકરોન' ના લખાણવાળા પતંગ બનાવી જાગૃત રહેવાનો સંદેશો આપ્યો છે