સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (11:58 IST)

રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીને પગલે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી, જાણો પૂરની પરિસ્થિતિમાં શુ કરવુ શુ નહી ?

rain in guajarat
rain in guajarat
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે પૂરની સ્થિતિ પહેલા સાવચેતી રાખવા સૂચનો કર્યા છે. આગામી દિવસોમાં રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે જેમાં પૂરની સ્થિતિ પહેલાં લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
 
સૌથી નજીકના સલામત સ્થળે પહોંચવું
સૌથી નજીકના સલામત સ્થળે પહોંચવું. તથા પૂરની ચેતવણીની અદ્યતન માહિતી માટે ટેલિવિઝન જોવું જોઇએ. તમારા મોબાઈલ ફોનને ચાર્જ કરી રાખવો. દવાઓ સાથેની પ્રાથમિક સારવાર કિટ તૈયાર રાખવી જોઇએ. તથા સાપ જેવા ઝેરી જીવજંતુથી બચવા લાકડી રાખવી જોઇએ. પશુઓના બચાવ માટે તેમને ખૂંટાથી છૂટા રાખવા તથા મજબૂત દોરડા અને ટોર્ચ વધારાના બેટરી/સેલ સાથે રાખવા અને આશ્રય લઈ શકે તેવા ઊંચા સ્થળે સ્થળાંતર કરવું જોઇએ. તથા ઘરને તાળું મારી બંધ કરી સલામત સ્થાને પહોંચવું જોઇએ.
 
રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી
આગામી દિવસોમાં રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે માર્ગદર્શિકા જાહેર કરી છે. તેમાં પૂરની સ્થિતિ પહેલાં લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. પૂરની સ્થિતિ પહેલાં આટલી સાવચેતી રાખીએ. તેમાં અફ્વા ફેલાવવી નહિ, શાંત રહેવું, ગભરાવવું નહીં. તથા સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં રહેવું જોઇએ. રેતીની કોથળીઓ મૂકી ગટર બંધ રાખો. અંગત દસ્તાવજોને વોટરપ્રુફ પેકિંગમાં રાખો. ઘર છોડતા પહેલાં ગેસ સિલિન્ડર અવશ્ય બંધ કરો. ઘર છોડતા પહેલાં વીજ પુરવઠો અવશ્ય બંધ કરો. અજાણ્યા અને ઊંડા પાણીમાં ઉતરવાનું ટાળો ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. તેમાં ચોમાસા દરમિયાન સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા નાગરિકોએ સાવચેતી અવશ્ય રાખવી જોઇએ. હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને રાજ્યમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ તથા વીજ ગર્જનાને પરિણામે સર્જાનાર પરિસ્થિતિને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે રાજ્યના નાગરિકોને પગલા લેવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા અનુરોધ કરાયો છે.
 
પૂરની પરિસ્થિતિ બાદ આટલું ખાસ કરો.
* સ્થાનિક સત્તાધિશો અને આકસ્મિક સેવાઓ સાથે જોડાયેલાં કાર્યકરોની સલાહ ધ્યાનથી સાંભળવી અને તેનું પાલન કરવું.
* મેલેરિયાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
* ક્ષતિગ્રસ્ત વીજ ઉપકરણોનો ઉપયોગ ટાળવો, ઈલેક્ટ્રિશીયન પાસે ચેક કરાવ્યા બાદ જ આવા ઉપકરણોનો ઉપયોગ કરવો.
* પૂરના પાણીથી પલળેલો ખોરાક આરોગવો નહીં
* આકસ્મિક સમયે રાહત અને બચાવ માટે અહીં દર્શાવેલા આપાતકાલિન કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર ઉપર જાણ કરવી.
* બાળકોને પૂરના પાણીમાં કે પૂરના પાણીની નજીક જવા દેશો નહીં.
* તૂટેલાં વીજ થાંભલાઓ, ક્ષતિગ્રસ્ત પુલ-નાળાં, તૂટેલાં કાચ, ધારદાર ચીજવસ્તુઓ અને ભંગારથી દૂર રહેવું તથા સાવચેત રહેવું.