1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 મે 2022 (09:38 IST)

દેશમાં પ્રથમવાર કચ્છમાં ડ્રોનથી ટપાલ સેવાની શક્યતા ચકાસાશે

દેશમાં ડ્રોનથી ટપાલ સેવા શરૂ કરવા માટે સૌપ્રથમ કચ્છમાં સર્વે શરૂ કરાયો છે. ગુરુવારે દિલ્હીથી ચાર સભ્યોની ટીમ ભુજ આવી પહોંચી હતી. પોસ્ટ વિભાગના અધિકારીઓ સાથે ડ્રોનથી ટપાલ સેવાની શક્યતા ચકાસવાની શરૂઆત કરાઇ છે. ભુજના હબાય અને ભચાઉના નેર ગામને પસંદ કરી ડ્રોનથી પાર્સલ સેવા માટેનું સર્વે શરૂ કરાયો છે.પોસ્ટ વિભાગ દ્વારા ઝડપી ટપાલ સેવા કાર્યરત છે, તેમજ અન્ય સેવાઓ પણ ઉપલબ્ધ છે. તો હવે દેશમાં સૌપ્રથમ કચ્છમાં ડ્રોનથી ટપાલ સેવા માટે સર્વે શરૂ કરાયો છે.

ભુજ પોસ્ટ વિભાગના સુપ્રિટેન્ડન્ટ ઇન્ચાર્જ તાલગોકર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ ડ્રોનથી ટપાલ સેવા શરૂ નહીં થાય માત્ર સર્વે ચાલું છે. દિલ્હીથી ચાર સભ્યોની ટીમ ભુજ આવી છે જેમની સાથે રહીને કામગીરી કરાઇ રહી છે. ભુજ તાલુકાના હબાય અને ભચાઉ તાલુકાના નેર ગામને પ્રાથમિક રીતે પસંદ કરી ટ્રાયલ માટે સર્વે શરૂ કરી ડ્રોનથી ટપાલ સેવા શક્ય છે કે નહીં તેની ચકાસણી કરાશે.એસ.પી. તાલગોકરે વધુમાં જણાવ્યું હતું કે, હાલ સર્વે કરાય છે, બાદમાં ડ્રોનથી ભુજના હબાયથી લઇને ભચાઉના લેર સુધી ટપાલ પહોંચાડવાનું ટ્રાયલ કરાશે. ટ્રાયલ સફળ થયા બાદ સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કરી સેવા શરૂ કરવામાં આવશે.