શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 ડિસેમ્બર 2020 (11:06 IST)

મોજશોખ પુરવા કરવા અને ગેમ રવાડે ચવાડે પૌત્રએ દાદીના એકાઉન્ટમાંથી વાપરી નાખ્યા 2.71

આજકાલ યુવાનોને સોશિયલ મિડીયા અને ઓનલાઇન ગેમનું એવું વલગણ લાગ્યું છે કે તે તેના માટે તેઓ ગમે તે હદે જઇ શકે છે. આ ઉપરાંત આજના દેખદેખી જમાનામાં મોજશોખ પુરા કરવા માટે યુવાનો આડા રવાડે જતા હોય છે. ત્યારે આવો જ લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
 
મળતી માહિતી અનુસાર અમદાવાદના સાબરમતિ વિસ્તારમાં એક યુવકે પોતાના મોજશોખ પુરા કરવા અને લુડો ગેમના શોખને પુરો કરવા માટે દાદા એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાજેક્શન કરી 2.71 લાખ ઉપાડી લીધા હોવાની સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદના આધારે પોલીસ એકાઉન્ટ, ઓનલાઇન ટ્રાંજેક્શનના આધારે પૌત્રની ધરપકડ કરી છે. 
 
અમદાવાદના સાબરમતિ વિસ્તારમાં રહેતા નિમિષા શાહના બેંક એકાઉન્ટમાંથી સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન ઓનલાઇન ટ્રાંજેક્શન દ્વારા 2.71 લાખ ઉપડી ગયા હોવાથી તેમણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આં અંગ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે રજિસ્ટૅર્ડ તેમના મોબાઇલ નંબર પરથી પેટીએમ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ પેટીએમ દ્રારા 2.71 લાખ નિમિષાબેનના એકાઉન્ટમાં ઉપાડી લેવામાં આવ્યા હતા. આ અંગે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પૌત્ર દેવ શાહે જ ઉપાડી લીધા હતા. જેથી દેવની ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ કરતાં તેણે સ્વિકાર્યું હતું કે લુડ ગેમ રમતો હતો. મિત્રોને જોઇને મોંઘા કપડાં, ફોન જેવા શોખ પુરા કરવા માટે પૈસા ઉપાડી લીધા. 
 
દેવએ ધોરણ-12ની પરીક્ષા આપી હતી, જેમાં એક વખત નાપાસ થતાં રિટેસ્ટ આપી હતી. જ્યારે તેના પિતા ગારમેન્ટનો ધંધો કરે છે. પરિવારમાં દેવ તેના માતા-પિતા-બહેન અને દાદી સાથે રહે છે.
 
દાદીના એકાઉન્ટમાંથી પૈસા પડાવવા માટે દેવે પહેલાં તો દાદીનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો.  પરંતુ ખરેખર દેવએ નિમિષાબેનના તે નંબરનો બીજા ફોનમાં ઉપયોગ કરીને તેના આધારે પેટીએમ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને તે એકાઉન્ટ નિમિષાબેનના એકાઉન્ટ સાથે કનેક્ટ કરીને તેમાંથી પૈસા વાપરતો હતો.
 
દેવ શાહ આખો મિત્રો સાથે સિંધુ ભવન પર આવેલી કોફી શોપમાં બેસીને લુડો ગેમ રમતો હતો. અને બિલ ચૂકવવા માટે દાદીના એકાઉન્ટમાં પૈસા ઉપાડતો હોવાનું જાણવા મળ્યું છે.