બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 એપ્રિલ 2023 (10:57 IST)

Rajkot News - ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રીનું નિધન

shushilaben sheth
ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી અને રાજકોટના સેવાભાવી સુશીલાબેન શેઠનું અવસાન થયું છે. આજે સવારે 95 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી રાજકીય પક્ષોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મહત્વનું છે કે, છેલ્લા 20-25 દિવસથી તેમની એશિયન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 
 
જૂની પેઢીના પીઢ રાજકારણી તરીકે સુશીલાબેને પોતાનું આખું જીવન પ્રજા સેવા માટે સમર્પિત કરી દીધું હતું. ડો.સુશીલાબેનનો જન્મ પાટણવાવ ખાતે 26-03-1928ના રોજ થયો હતો. બાળપણથી જ તેમને આજીવન સમાજસેવક પૂ.ડો.સુશીલાબેન નો જન્મ પાટણવાવ ખાતે તા.26-03-1928ના રોજ સમાજસેવી પરીવાર કેશવલાલ શેઠ અને કસુંબાબેન શેઠને ત્યાં થયો હતો.