ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (18:41 IST)

પેસેન્જરોની નજર ચૂકવી દાગીના ચોરતા ચાર આરોપીઓની કરી ધરપકડ, 2.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

navratri
navratri
અમદાવાદમાં રીક્ષામાં બેઠેલી મહિલાઓની સોનાના દાગીના ચોરતા 4 આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યાં છે. આરોપીઓ રીક્ષામાં બેઠેલી મહિલાઓના પર્સ-મંગળસુત્ર જેવી વસ્તુઓ નજર ચૂકવીને કાઢી લેતા હતા. ક્રાઈમ બ્રાન્ચે મુસાફરોને લૂંટતા ગુનેગારોને સાબરમતી નજીક ત્રાગડ પાસેથી પકડીને 2.82 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ઝડપાયેલા આરોપીઓમાં કડીનો શાહરૂખ કલાલ, કડીનો તારીફ અંસારી, કડીનો આસિફ અંસારી અને વાસુદેવ સુથારનો સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 1.72 લાખની કિંમતની સોનાની ચેઈન, 1.10 લાખનું સોનાનું મંગળસુત્ર, રીક્ષા અને મોબાઈલ જપ્ત કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે, તેઓ ઓટો રીક્ષામાં પેસેન્જર બેસાડી તેમની નજર ચૂકવી દર દાગીના તેમજ કિંમતી માલસામાનની ચોરીઓ કરતા હતાં.આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે, પંદરેક દિવસ પેહેલા ઓટો રીક્ષામાં સુભાષબ્રીજ આર.ટી.ઓ. બસ સ્ટેશન પાસેથી બે મહિલાઓને રાણીપ જવાનું હોવાથી તેમને રીક્ષામાં બેસાડી સુભાષબ્રીજથી રાણીપ સુધીના રસ્તા દરમિયાન નજર ચૂકવી એક મહિલાના થેલામાંથી સોનાની ચેઇન ચોરી હતી. પાંચેક મહિના પહેલા આરોપીઓએ શાહદાબ વહાઝુદીન અંસારી, અલીછોટેખાન પઠાણ, આસમહોંમદ મણીયાર સાથે મળી આસમહોંમદ મણીયારની રીક્ષામાં રાધનપુરથી લેડીઝ પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી મંગળસુત્રની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.