મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: વડોદરા , સોમવાર, 29 જાન્યુઆરી 2024 (15:21 IST)

વડોદરા બોટ દુર્ઘટનામાં વધુ ચાર આરોપી ઝડપાયા, હજુ 6 આરોપીઓ ફરાર

Vadodara boat accident
- પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈન, જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ
- અત્યાર સુધીમાં કુલ 13 આરોપીની ધરપકડ, 6 આરોપીઓ ફરાર
- પોલીસનો વિવિધ યુક્તિઓ અજમાવીને માહિતી મેળવવાનો પ્રયાસ


 
શહેરમાં હરણી બોટ દુર્ઘટનામાં વધુ 4 આરોપીઓ ઝડપાયા છે. વડોદરા પોલીસે પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈન, જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરી છે. નિલેશ જૈન લેક ઝોનનું સંચાલન કરતો હતો અને રોજે રોજ કર્મચારીઓ પાસેથી હિસાબ લેતો હતો. પોલીસે અત્યાર સુધીમાં કુલ 13 આરોપીની ધરપકડ કરી છે અને હજુ 6 આરોપીઓ ફરાર છે.
 
દુર્ઘટનામાં પકડાયેલા 9 આરોપી હાલ રિમાન્ડ પર
પ્રાપ્ત માહિતી મુજબ 10 મહિના પહેલા જ નિલેશ જૈનને હરણી લેક ઝોનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે બાકીના 3 આરોપી જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશી પણ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હતા.વડોદરા શહેરના હરણી લેક બોટ દુર્ઘટનામાં પકડાયેલા 9 આરોપી હાલ રિમાન્ડ પર છે. પોલીસ તમામ આરોપીઓની આકરી પૂછરપછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન આરોપી ગોપાલદાસ શાહ, બિનિત કોટીયા, ભીમસિંગ યાદવ, વેદપ્રકાશ યાદવ અને રશ્મિકાંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, લેકઝોનનું સંચાલન મુખ્ય આરોપી પરેશ શાહ અને તેનો દીકરો વત્સલ શાહ કરે છે. 
 
બોટ દુર્ઘટનાના વધુ પુરાવાઓ મેળવવામાં આવી રહ્યા છે
આ ઉપરાંત વર્ષ-2023માં અન્ય ભાગીદારોની જાણ બહાર સમગ્ર લેકઝોનનું સંચાલન ત્રિપક્ષીય કરીને નિલેશ જૈનને આપ્યું હતું.વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા બનાવવામાં આવેલ SIT દ્વારા પકડાયેલા તમામ આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. બોટ દુર્ઘટનાના વધુ પુરાવાઓ મેળવવામાં આવી રહ્યા છે. આરોપીઓ જરૂરી માહિતી આપતા ન હોવાથી પોલીસ વિવિધ યુક્તિઓ અજમાવીને માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.